મારો અવાજ,
ચાણસ્મા ખાતે પરમ પૂજ્ય આચાર્યશ્રી હેમચંદ્ર સાગર મહારાજ સાહેબના સાનિધ્યમાં ચાતુર્માસ થઈ રહ્યા છે
જૈનો ના ચાતુર્માસ એટલે અષાઢ સુદ ચૌદસ થી લઈને કારતક સુદ પૂનમ સુધી ના કહેવાય જેમાં સાધુ ભગવંત તો અને સાધ્વીજી ભગવંતો એક જ જગ્યાએ સ્થિરતા કરે છે અને જૈન સમુદાયોને ધર્મ ક્રિયા કરાવે છે જેના અનુસંધાનમાં ચાણસ્મા ખાતે સાગરજી સમુદાયના પરમ પૂજ્ય આચાર્ય શ્રી હેમચંદ્ર સાગર મહારાજ સાહેબ તથા તેમના શિષ્ય રત્નો ચાણસ્મા ખાતે પધારેલ છે
સાધ્વીજી ભગવંતોમાં ચાણસ્માના વતની પૂર્ણ કલાસ શ્રીજી તથા તેમની શિષ્યઓ તથા ચાણસ્મા ના જ વતની અને રાજરત્ના શ્રીજી તથા હર્ષિતેસા શ્રીજી મહારાજ સાહેબ તેમની શિષ્યઓ સાથે પધારેલ છે સાથે સાથે સાગરજી સમુદાયના સાધ્વીજી ભગતો પણ પધારેલ છે આજે પયુષણ મહાપર્વનો ચોથો દિવસ છે અને કલ્પસૂત્ર નું વાંચન થઈ રહ્યું છે
ચાણસ્મામાં ચાણસ્માના વતનીઓ જે લોકો બહાર રહે છે પૂના, મુંબઈ સુરત, અમદાવાદ ,વડોદરા પાટણ,રણુંજ બધા જ જૈનપરિવારો ચાણસ્મા ચાતુર્માસ કરવા પધારેલ છે પરમ પૂજ્ય હેમચંદ્રાચાર્ય મહારાજ સાહેબે એમના વ્યાખ્યાન માં જણાવ્યું હતું કે ચાતુર્માસ પર્વના મોટા દિવસો હોય તો આ આઠ દિવસ છે જેમાં ધર્મભાવના અને સાધાર્મિક ભક્તિ કરવી જરૂરી છે પાંજરાપોળોમાં જીવ દયા કરવી જરૂરી છે જીવોને અભય દાન આપવું જરૂરી છે આમ જૈન ધર્મની અંદર શાસ્ત્રોમાં બતાવેલા જુદાજુદા કર્તવ્યો કરવાનો પૂજ્ય શ્રી એ વ્યાખ્યાનમાં દરેક જૈનોને જણાવ્યું હતું આવતીકાલે ચાણસ્મા ખાતે મહાવીર સ્વામી ભગવાનના જન્મનુ વાંચન થશે એમાં ચાણસ્માના જૈનો ખાસ લાભ લેશે
અહેવાલ- ચેતન શાહ, ચાણસ્મા
