મારો અવાજ,
સી.એન.વિદ્યાલય કપડવંજમાં બહુજન સ્વાભિમાન સંઘ દ્વારા આયોજિત
“ડૉ.આંબેડકર શિષ્ટ વાંચન પરિક્ષા યોજાઈ હતી
જેમાં 200 થી વધારે વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો
પરીક્ષા લેવા માટે બહુજન સ્વાભિમાન સંઘ ના સૈયોજક લેખક અને કર્મશીલ એવા પ્રેમજી ભાઈ પરમાર પોતે હાજર રહયા હતા
વિદ્યાર્થીઓ એ શાંતિપૂરણ માહોલ મા પરીક્ષા આપી હતી
પરીક્ષા ના કેન્દ્ર સંચાલક તરીકે હિતેન્દ્રભાઈ એચ.પરમારે કામગીરી કરી હતી.
જ્યારે સુપરવાઈઝર તરીકે શ્રી.નિલેશભાઈ સોલંકી શ્રી.મુકેશભાઈ એન.ચૌહાણ શ્રી.યોગેશભાઈ એમ.જાદવ શ્રી.એચ.એસ.ગરાસિયા તથા શ્રી અજય ભાઈ લોન્ચા એ પોતાની માનદ સેવાઓ આપી હતી
પરિક્ષા ની સફળતા માટે એડવોકેટ શ્રી.ડી.એમ.પરમાર
નવસર્જન ના શ્રી અંબાલાલ ભાઈ રોહિત શ્રી.ડી.કે ગાંધી શ્રી કે.પી રોહિતે સાથ સહકાર આપ્યો હતો .
પરીક્ષા ના આયોજક અને લેખક શ્રી.પ્રેમજી ભાઈ પરમારે શાળા ના આચાર્ય શ્રી પી.બી.પટેલ સાહેબ નો સહકાર આપવા બદલ આભાર માન્યો હતો