ચાણસ્મા ખાતે પયૂઁષણના પાંચમા દિવસે ભગવાન શ્રી મહાવીર સ્વામીનો જન્મ વાંચન થયું અને પ્રભુ નો જન્મ ઉજવાયો હતો
જૈનોનું મહાપર્વ ચાલી રહ્યું છે જેમાં પાંચમા દિવસે ભાદરવા સુદ એકમ ના દિવસે ભગવાન શ્રી મહાવીર સ્વામીનું જન્મ કલ્યાણક ની વાંચન થાય છે અને ત્યારબાદ જન્મ ઉત્સવ ઉજવાય છે જેમાં ચાણસ્મા ખાતે પરમ પૂજ્ય આચાર્યશ્રી હેમચંદ્રસાગરજી મહારાજાના સાનિધ્યમાં પ્રભુ મહાવીર સ્વામી નો જન્મ વાંચન થયું હતુ અને એમનો જન્મ મહોત્સવ ઉજવાયો હતો 14 સ્વપ્ન તથા પારણું , પારણામાં ભગવાન પધારવાના એમ વિવિધ પ્રોગ્રામ કરવામાં આવ્યા સાથે સાથે ચાણસ્મા જૈન સંઘના ભાઈઓ બહેનો એ ખૂબ ઉત્સાહથી ધર્મ ભાવના બતાવી સાથે સાથે આજના દિવસે બધા જ ધાર્મિક પ્રોગ્રામો અતિ સુંદર કરવામાં આવ્યા જેમાં મુખ્ય સ્વપ્ન જે કહેવાય છે એમાં ચોથું સ્વપ્ન લક્ષ્મીદેવી અને 13મુ સ્વપ્ન રત્નનો ઢગલો એની ખૂબ માન્યતા હોય છે એમાં પણ સંઘના ભાઈઓએ ખૂબ ધાર્મિક ભાવના બતાવી સાથે સાથે ભગવાનનું પારણુ બાંધવાનો ભગવાનને પારણા માં પધરાવવાના ભગવાનની પૂજા કરવાની એમ સવિશેષ અને ભગવાનનું પરણું જુલાવવાનું એમાં પણ સંઘના ભાઈઓએ ઘણી જ ધાર્મિક ભાવના બતાવી અને આજના સુંદર અવસરને અતિ સુંદર બનાવી દીધો આ સમયે ચાણસ્માના પધારેલ સાધ્વીજી મહારાજ સાહેબો પૂર્ણ કલા શ્રીજી, રાજરત્ના શ્રીજી ,હરસીતેષા શ્રીજી અને એમની ચેલીયોમાં ખૂબ ધર્મભાવના દેખાઈ હતી
પરમ પૂજ્ય આચાર્ય શ્રી હેમચંદ્ર સાગર મારા સાહેબના શિષ્યોએ પણ આજે એવું જણાવ્યું હતું કે આટલો સુંદર ભગવાનનો અવસર અમોએ સૌપ્રથમવાર જોયો છે તમામ પ્રસંગને અનુરૂપ પ્રોગ્રામ કરવામાં આવ્યા અને ભગવાનનો જન્મ થયો એ સમયે રાસ ગરબા ગાયા અને સાંજના સમયે ભગવાનનું પારણું એ પણ સંઘના જ શ્રાવક ના ઘરે ધામધૂમથી લઈ જવામાં આવ્યું હતુ જ્યાં ભગવાનની રાત્રે ભક્તિ થશે અને આનંદ અને કિલ્લો સાથે ભગવાનનો જન્મ ઉજવાશે
ચેતન શાહ ચાણસ્મા