મારો અવાજ,
બનાસકાંઠાના વડગામમાં મુક્તેશ્વર ડેમ ભરાતા ખેડૂતોને (Farmers) હવે સિંચાઈનું પાણી મળી રહેશે. મુક્તેશ્વર ડેમની જળ સપાટી 660 મીટર પર પહોંચી જતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઇ છે.
બનાસકાંઠામાં મુક્તેશ્વર ડેમ છલોછલ ભરાતા આજે સરસ્વતી નદીમાં પાણી છોડાયું છે. જેને લઇને ખેડૂતોમાં પણ હર્ષની લાગણી છે. છેલ્લા ઘણા સમયથી મુક્તેશ્વર અને કરમાવત તળાવ ભરવા માટે ખેડૂતો જળ આંદોલન ચલાવી રહ્યા હતા. જો કે હવે બનાસકાંઠામાં કુદરતની મહેર ઉતરી છે. જેથી મુક્તેશ્વર ડેમ ભરાઇ ગયો છે. જેથી હવે ભૂગર્ભ જળ પણ ઊંચા આવશે અને પીવાના પાણીની સમસ્યા પણ હલ થશે.
ખેડૂતોનો સિંચાઇનો પ્રશ્ન થયો હલ
બનાસકાંઠાના વડગામમાં મુક્તેશ્વર ડેમ ભરાતા ખેડૂતોને હવે સિંચાઈનું પાણી મળી રહેશે. મુક્તેશ્વર ડેમની જળ સપાટી 660 મીટર પર પહોંચી જતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઇ છે. ડેમમાંથી સરસ્વતી નદીમાં 200 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. વડગામ અને સિદ્ધપુરના 31 ગામોને પીવાનું પાણી પૂરૂ પાડનાર મુક્તેશ્વર ડેમ પાંચ વર્ષ બાદ છલોછલ થયો છે. ડેમમાં પાણીની ભારે આવકના પગલે ભૂગર્ભ જળ હવે ઉંચા આવશે. જેને લઈને ખેડૂતો હવે ખેતી કરી શકશે.
મહત્વનું છે કે, મુક્તેશ્વર અને કરમાવત તળાવ ભરવા માટે ખેડૂતોએ જળ આંદોલન છેડયું હતું. પરંતુ હાલ કુદરતની મહેરને લઈને ડેમ ભરાતા પીવાના પાણીની સમસ્યા દૂર થશે. જેથી ખેડૂતોને ખેતીનો પાક પણ સારો એવો ઉતરશે.