વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં ઉજવી શકે છે જન્મદિવસ,17મી સપ્ટેમ્બરે PM મોદીનો જન્મદિવસ ઉજવાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 72મા જન્મદિવસ નિમિત્તે ગુજરાત ભાજપ સંળગ ત્રણ દિવસ વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરશે. તેજમ સરકાર, સંગઠન અને સ્વૈચ્છીક સંસ્થાઓના સથવારે સમાજલક્ષી પ્રવૃતિઓના આયોજનો મારફતે નાગરિકો વચ્ચે જશે.
17મી સપ્ટેમ્બરે PM મોદીનો જન્મદિવસ ઉજવાશે
17મી સપ્ટેમ્બરે મોદીનો જન્મદિવસના એક દિવસ પહેલ અને એક દિવસ પછી એમ ત્રણ દિવસ રાજ્યભરમાં કાર્યક્રમોને આકાર આપવા ભાજપે તૈયારીઓ આદરી છે. વડાપ્રધાનની બે દિવસની મુલાકાત બાદ એક- બે સપ્તાહમાં તેઓ ફરીથી ગુજરાત આવી શકે છે. તેવી શક્યતાઓ પ્રદેશ ભાજપમાંથી વ્યક્ત થઈ રહી છે. ભાજપના યુવા મોરચામાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર પાંચમી સપ્ટેમ્બર- શિક્ષક દિવસ અને 11મી સપ્ટેમ્બર દિગવિજય દિવસ એમ બેના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહીને માર્ગદર્શન પૂરું પાડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલય સમક્ષ સમય ફાળવવા માંગણી કરવામાં આવી છે.
5 અને 11 સપ્ટેમ્બરના કાર્યક્રમ માટે યુવા મોરચાએ તૈયારી શરૂ કરી
1983ની 11મી સપ્ટેમ્બરે સ્વામી વિવેકાનંદે શિકાગોમાં આંતરરાષ્ટ્રીય ધર્મસભાને સંબોધન કર્યુ હતુ. આ દિવસને ભાજપ દિગવિજય દિવસ તરીકે ઉજવે છે. ગુજરાતમાં આ વખતે ભાજપ યુવા મોરચા દ્વારા અમદાવાદ સ્થિત નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં એક કાર્યક્રમનો પ્રસ્તાવ તૈયાર થઈ રહ્યો છે. જેના માટે સમય માંગ્યાનું કહેવાય છે. જો કે, પ્રદેશ ભાજપ તરફથી હજી સુધી તેનું સત્તાવાર સમર્થન મળ્યું નથી.