મારો અવાજ,
અમદાવાદમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી પરિષદનું ઉદ્ઘાટન PM ના હસ્તે કરવામાં આવશે.તો 2 દિવસીય યોજાનાર આ પરિષદમાં તમામ રાજ્યોના સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રીઓ અને સચિવો પણ ભાગ લેશે.
વડાપ્રધાન મોદી ફરી એકવાર વતનમાં આવશે. માહિતી મુજબ 10 સપ્ટેમ્બરે ગુજરાત આવશે.જો કાર્યક્રમોની વાત કરીએ તો અમદાવાદમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી પરિષદનું ઉદ્ઘાટન
PM ના હસ્તે કરવામાં આવશે.તો 2 દિવસીય યોજાનાર આ પરિષદમાં તમામ રાજ્યોના સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રીઓ અને સચિવો પણ ભાગ લેશે.
મહત્વનું છે કે,આ પહેલા ગુજરાતની મુલાકાતે આવેલા PM નરેન્દ્ર મોદીએ કચ્છને વિકાસની ભેટ આપી.તેમણે કચ્છના ભુજમાં ભવ્ય રોડ શો યોજ્યા બાદ સ્મૃતિવનનું લોકાર્પણ કર્યું. જે બાદ પીએમ મોદીએ કચ્છ યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં જનસભાને સંબોધિત કરી હતી.આ દરમિયાન પીએમ મોદીએ જણાવ્યું કે સ્મૃતિવન એ સમગ્ર દેશની વેદનાનું પ્રતિક છે. વર્ષ 2001ના વિનાશકારી ભૂકંપ બાદ કચ્છ ક્યારેય ઉભું નહીં થાય તેવું ઘણાએ કહ્યું હતું પરંતુ ભૂકંપ બાદ કચ્છનો અકલ્પનીય વિકાસ થયો, જે સમગ્ર વિશ્વ માટે રિસર્ચનો વિષય છે. કચ્છના ખમીરવંતા લોકોએ અહીંની તસવીર બદલી નાખી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં મોદી સરકાર એક્શન મોડમાં આવી છે.આ મુલાકાત દરમિયાન તેમણે કમલમ ખાતે બેઠક યોજી કોર કમિટીના સભ્યોને માર્ગદર્શન તેમજ જીતનો મંત્ર આપ્યો હતો. કમલમમાં આસરે બે કલાક સુધી વડાપ્રધાને કોર કમિટીના સભ્યો સાથે મંથન કર્યું. 5 મહિના બાદ વડાપ્રધાને કમલમ કાર્યાલયની મુલાકાત લીધી છે. બેઠકમાં વિધાનસભા ચૂંટણી પહેલા મહત્વની રણનીતિની ચર્ચા કરાઈ. પીએમ મોદી સરકાર અને સંગઠનને જીતની રણનીતિ આપી તો રાજ્યમાં સક્રીય વિરોધ પક્ષોની તાકાતને ખાળવા પણ રણનીતિ ઘડી. સાથે જ વડાપ્રધાને સરકાર અને સંગઠનની નબળી અને ખુટતી કડીઓને જોડવાનો પણ પ્રયાસ કર્યો. એટલું જ નહીં ઉમેદવારની પસંદગી અને પ્રક્રિયા પર પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સીધી નજર છે.