મારો અવાજ,
આજ રોજ ભાદરવા સુદ પાંચમના દિવસે ચાણસ્મા ખાતે પર્યુષણ પર્વની સમાપ્તિ નિમિત્તે ઐતિહાસિક રથયાત્રા નીકળી હતી.
જેમાં પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રી હેમચંદ્ર સાગર માહારાજ સાહેબ તથા તેમના 11 શિષ્યો સાથે સાથે સાધ્વીજી મહારાજ સાહેબ તથા ચાણસ્મા જૈન સંઘના ભાઈઓ બહેનો ભગવાનની રથયાત્રામાં હાજર રહ્યા હતા.
આજની આ રથયાત્રા ઘણા વર્ષો પછી નીકળી હતી
જેમાં એક હાથી તથા 23 ઘોડા તથા પાંચ જીપ બગી તથા એક જીવતા ઘોડાની બગી
ચાણસ્મા નું પ્રખ્યાત નવકાર બેન્ડ ભગવાનનો રથ, ભગવાનની પાલખી એમ આજે ઐતિહાસિક રથયાત્રા નીકળી હતી
આ રથયાત્રા ચાણસ્મા ખાતે આવેલા જૈનો ના બીજા દેરાસર રેલવે સ્ટેશન વિસ્તારમાં વિદ્યા વાડી તરીકે ઓળખાય છે ત્યાં પહોંચી હતી ત્યારબાદ ચાણસ્મા કોર્ટ આગળ થઈને સમગ્ર ગામમાં આ રથયાત્રા ફરી હતી ચાણસ્મા ના પ્રખ્યાત રામજી મંદિર આગળ થઈને રથયાત્રા પસાર થઈ હતી અને આજની આ રથયાત્રા જોઈને ચાણસ્મા ગામના લોકો કહેવા લાગ્યા હતા કે ઘણા વર્ષે આ ગામની અંદર આવી રથયાત્રા નીકળી છે અને આ વખતે જૈનોએ આવી રથયાત્રા કાઢીને બહુ સારું અને સુંદર કાર્ય કર્યું છે પરમ પૂજ્ય આચાર્ય શ્રી હેમચંદ્ર સાગર મારા સાહેબે જણાવ્યું હતું કે આવી સુંદર રથયાત્રા ચાણસ્મા નગરમાં ઘણા સમય પછી નીકળી છે અને આજે અમોને પણ આવી રથયાત્રા ની અંદર સહભાગી થવાનો મોકો મળ્યો છે અને અમો આજની આ રથયાત્રા જોઈને અમો પણ આનંદિત થઈ ગયા છીએ ભગવાનની આટલી સુંદર રથયાત્રા આવા નાના ગામમાં અને જાજરમાન દેખાઈ રહી છે ચાણસ્મા ખાતે લગભગ આવી રથયાત્રા પાછલા 10 થી 11 વર્ષ પહેલાં નીકળી હશે ચાણસ્મા ગામા રથયાત્રાને સફળ કરવા માટે હાથીના દાતા એક જ પરિવાર હતા ઘોડાના પણ દરેક ઘોડાના એક એક દાતા હતા
સાહેબ જે જણાવ્યું હતું કે ટુકંજ સમયની અંદર ચાણસ્મા ની અંદર બીજા જૈન શાસનના કાર્યો કરવાની જાહેરાત કરીશું
તમામ વરઘોડાનું સંચાલન ચાણસ્મા જૈન સમાજના ભાઈઓ દ્વારા કરવામાં આવ્યું હતું
ચેતન શાહ ચાણસ્મા 9825703200

पिछला पद