ભાદરવા સુદ દશમ ના દિવસે ચાણસ્મા ખાતે ગામ ઉજાણી થાય છે જેમાં ગામમાં રહેતા તમામ પરિવારો પોતાના સમાજ સાથે ગામ ઉજાણી કરે છે ચાણસ્મામાં વિવિધ સમાજના લોકો રહે છે સાથે સાથે પટેલ પરિવારો ગામ ઉજાણીના દિવસે ભગવાનની રથયાત્રા નીકાળે છે.
આજે બપોરે 3:30 કલાકના સુમારે મોટા રામજી મંદિરથી રથયાત્રા નીકાળવામાં આવી હતી તે રથયાત્રા ચાણસ્માના પ્રજાપતિ વાસ ,સરદાર ચોક,
જેતાપુરા, રેલ્વે સ્ટેશન થઈ,રામાપુરા, કાનદાસપુરા,ખાડિયા ચોક થઈને રામજી મંદિર પરત આવી હતી.
રથયાત્રામાં ચાણસ્મા નું સુપ્રસિદ્ધ બેન્ડ તથા ટ્રેક્ટર તથા ભગવાનની પાલખી તથા ચાણસ્માના નગરજનો એ હાજરી આપી હતી આ રથયાત્રા વર્ષોની પરંપરા મુજબ ચાલી રહી છે હાલ ચાણસ્મામાં લાલજીદાસ લક્ષ્મીદાસ પટેલ ટ્રસ્ટ દ્વારા તમામ સંચાલન ચાલી રહ્યું છે
ચેતન શાહ ચાણસ્મા
