ચાણસ્મા શહેરમાં બીમાર ગાયને રસ્તા પર રખડતી મુકતા ગાયના માલિકો
મળતી માહિતીના આધારે ચાણસ્મા શહેરની અંદર ગાયોમાં લંમ્પીવાયરસ નો રોગ આવ્યો છે એવા લોકોમાં સમાચાર ચાલી રહ્યા છે અને ગાયના માલિકો આવી બીમાર ગાયોને બજારમાં અને મૌલ્લાઓમાં રખડતી મૂકી દે છે અને આ ગાયો જે તે વિસ્તારમાં ચક્કર ખાઈને પડી જાય છે પછી તેનું કોઈ માલિક થતો નથી આવી બેદરકારી ગાયોના માલિકો કરી રહ્યા છે અને બીમાર ગાયો ગમે તે વિસ્તારમાં પડી હોય છે
આવી ગાયોને પાંજરાપોળ પણ લઈ શકતી નથી કારણ કે લંમ્પી વાયરસ ચેપી રોગ છે અને પાંજરાપોળમાં આવી ગયો રાખવી એ પણ એક તકલીફ છે આનો ચેપ બીજા ઢોરોને ના લાગે એના માટે પાંજરાપોળ બીજા ઢોરોની કાળજી ના કારણે આવી ગયો લેતી નથી અને ગાયોના માલિકો આ ગાયો ની દવા પણ કરાવતા નથી અને રખડતી મૂકી દે છે માટે આવા માલિકો ઉપર નગરપાલિકા અને લાગતા વળગતા તંત્રએ કાયદેસરની કાર્યવાહી કરવી જરૂરી છે હાલ જે ગાય નો ફોટામાં દેખાય છે તે કાનદાસ પુરા વિસ્તારની અંદર પડેલી જોવા મળી રહી છે.
