ચાણસ્મા શહેરની અંદર આવેલા કન્યાશાળા ની અંદર લીમડાની ઊંચાઈ એટલી બધી વધી ગઈ છે કે ભવિષ્ય જો એકસીડન્ટલી લીમડો પડે તો ભારે નુકસાન થાય એવું છે
સાથે સાથે એસટી સ્ટેન્ડ વિસ્તારમાં આવેલી એસટી ક્વાર્ટર જે ખંડેર હાલતમાં પડ્યું છે તેમાં પણ લીમડાની અને બીજા વૃક્ષોની ઊંચાઈ વધી ગઈ છે જે નમી ગયા છે અને ભવિષ્ય માં એકસીડન્ટ લી પડે તો બાજુમાં લોકો પોતાની કામે મામલતદાર ઓફિસમાં આવે છે અને પોતાના વાહનો આ વિસ્તારમાં મૂકે છે તો વાહનોને પણ ભારે નુકસાન થાય અને કોઈની જાન હાની પણ થાય તો આ ફાલ પણ કપાવવા જરૂરી છે એની ઊંચાઈ પણ ઘટાડવી જરૂરી છે.
તેવી જ રીતે તાલુકા પંચાયતમાં પણ શાળા નંબર બે ની સામે બહુ જ ઊંચાઈવાળો વૃક્ષ છે તેની પણ ઊંચાઈ ઘટાડવી જરૂરી છે અને ચાણસ્મા મસ્જિદ ની આજુબાજુમાં પણ લીમડા બહુ જ ઊંચા વધી ગયા છે બાજુમાં લાઈટ ની ડીપીઓ છે.
લીમડા ઉપરથી વાંદરા ડીપી ઉપર પડે છે કરંટ લાગે છે ને મરી જાય છે ભવિષ્યમાં કોઈ વખતે કોઈ માણસને પણ કરંટ લાગે અને એનું પણ મૃત્યુ થાય એ પહેલા આ તમામ લીમડાની ઊંચાઈ ઓછી કરવાની જરૂર છે.
ચેતન શાહ ચાણસ્મા
