મારો અવાજ,
અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો બે વર્ષથી બંધ હતો. બે વર્ષ બાદ આજે મેળાનું આયોજન થયેલ છે. ત્યારે લાખોની સંખ્યામાં યાત્રિકો ઉમટી પડ્યા છે.. જેને લઈને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે.. મેળો સફળ રીતે સંપન્ન થાય તે માટે ટીમો બનાવવામાં આવી છે.
5 સપ્ટેમ્બરથી 10સપ્ટેમ્બર સુધી આ મેળો યોજાશે. શ્રદ્ધાળુંઓ માટે આ મેળો યાદગાર બની રહે અને યાત્રિકો સરળતાથી દર્શનનો લાભ લઇ શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. સુરક્ષા માટે 5 હજારથી વધારે પોલીસ ફોર્સ તહેનાત કરવામાં આવી છે..
સુરક્ષાની વાત કરીયે તો તાજેતરમાં રાજસ્થાનના રામદેવપરામાં ટ્રેક્ટરમાં ગયેલા યાત્રિકોને નડેલા અકસ્માતમાં દાંતા તાલુકાના 4 લોકોના મોત થયા હતા.. આવી ઘટના ન બને તે માટે ગોજારિયા, વસઈ, વિસનગર, વડનગર, ખેરાલુ, સતલાસણાના માર્ગો પર યાત્રિકોનો ઘસારો વધારે હોવાથી ભારે વાહનો જેવા કે ટ્રક, ડમ્પર, લકઝરી, આઈસર જેવા વાહનોથી અકસ્માતનો ભય રહે છે જેથી યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અંબાજી ભાદરવી પૂનમના મેળા દરમિયાન મહેસાણા જિલ્લા પોલીસ વડાએ લોડિંગ વાહનોના ડાઇવર્જન માટે એક પરિપત્ર બહાર પાડ્યો છે.. તે અનુસાર વાહનોએ સૂચના મુજબના માર્ગો અવરજવર કરવા નિર્દેશ કર્યો છે… તેમ છતાં પણ અંબાજી જવાનાં માર્ગો પર ઘણા ભારે વાહનો અવરજ્વર કરતા જોવા મળી રહ્યા છે. જે યાત્રિકો માટે જોખમરૂપ બની શકે છે.. આવા વાહન માલિકો વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ…