મારો અવાજ,
સાબરકાંઠામાં રિલાયન્સ ફાઉન્ડેશન અને નરોત્તમ લાલભાઈ સંસ્થા પોતાના કાર્ય વિસ્તાર એવા ઇડર તાલુકાના સિલેક્ટેડ ગામોમાં પ્રસંશનીય રીતે ગ્રામ વિકાસની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં પોતાના કાર્ય વિસ્તારની ગ્રામ પંચાયત અને સખી મંડળની મહિલાઓ સાથે જોડાઈ અલગ અલગ પ્રવૃત્તિઓ દ્વારા લોકજાગૃતિ કરવાનો ભગીરથ પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યો છે.
જેના ભાગરૂપે તાજેતરમાં રિલાયન્સ ફાઉન્ડેશન અને નરોત્તમ લાલભાઈ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે સરકારશ્રી પોષણ માસ કાર્યક્રમને વેગ આપવા માટે આઈ. સી.ડી.એસ વિભાગ ઇડર સાથે સંકલન કરી ઇડર તાલુકાના ગામોમાં પોષણ જાગૃતિ અભિયાનને વેગવંતો કરવામાં ઉદ્દેશ્ય સાથે તાલુકા વિકાસ અધિકારીશ્રી ઇડર તથા સી.ડી.પી.ઓ અધિકારીશ્રી ઇડરની ઉપસ્થિતમાં પોષણ જાગૃતિ રથને લીલી ઝડી આપીને પોષણ અભિયાનને વેગ આપવામાં આવ્યો હતો,
પ્રસ્તુત રથ ઇડર તાલુકાના 12 ગામોમાં ફરીને પોષણ વિષયક જાગૃતિ અભિયાન હાથ ધરવામા આવ્યો ,જેમાં દરેક ગામોમાં ધાત્રી, સગર્ભા, અને કૂશોરી મહિલાઓને પોષણ વિષયક માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો ,સાથે સાથે રિલાયન્સ ફાઉન્ડેશનની આગવી ઓળખ એવી રિલાયન્સ ન્યુટ્રીશન ગાર્ડન વિષયક માર્ગદર્શન આપીને દરેક પરિવાર પોતાની જરૂરિયાત મુજબનું શાકભાજીનું વાવેતર પોતાની જાતે કરે તે વિષયક સમજ ઉભી કરવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો ,
કાર્યક્રમને સફળ બનાવવા ગ્રામીણ લેવલે સખી મંડળની મહિલાઓ સહભાગી થઈને પોષણ રથનું ભાવભર્યું સ્વાગત કરી પોષણ વિષયક માર્ગદર્શન મેળવવામાં સફળ થયા હતા.
ઉપરોક્ત કાર્યક્રમમાં રિલાયન્સ ફાઉન્ડેશન તથા નરોત્તમ લાલભાઈ સંસ્થા દ્વારા કુપોષણ અટકાવવા ઘર આંગણે જ સહેલાઈથી પોષણ યુક્ત આહાર કઈ રીતે મેળવી શકાય તે વિશે ઉંડાણ પૂર્વક માહિતી આપતા દરેક ઘરમાં ઓર્ગેનિક પદ્ધતિથી માવજત કરેલ શાકભાજીનો વાડો હોવો જોઈએ અને તેમાં અલગ અલગ પ્રકારના શાકભાજી દ્વારા દરરોજ તાજું અને ફળદ્રુપ શાકભાજી પોષણ યુક્ત આહાર મારફતે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી શકાય તે અંગેની સમજ ઉભી કરવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો.
પ્રસ્તુત કાર્યક્રમને સફળ બનાવવા રિલાયન્સ ફાઉન્ડેશન અને નરોત્તમ લાલભાઈ સંસ્થાની ટીમ સાથે સાથે તાલુકા વિકાસ અધિકારીશ્રી દિનેશભાઈપટેલ સાહેબ તથા સી.ડી.પી.ઓ પન્નાબેન પટેલ, હાજર રહી પોષણમાસ કાર્યક્રમને સફળ બનાવવાનો નોંધપાત્ર પ્રયત્ન કરવામાં આવ્યો હતો.