મારો અવાજ,
ડો બાબા સાહેબ આંબેડકરની “આંબેડકર” અટક એ કોઈ બ્રાહ્મણ ગુરુ ની દેન નથી.
બાબાસાહેબ આંબેડકર ના પ્રપોત્ર રાજરત્ન નો લેખ
મારે 1950 પહેલાના કેટલાક દસ્તાવેજો જોઈતા હતા, તેથી હું 07 સપ્ટેમ્બર 2022ના રોજ તે શાળામાં ગયો જ્યાં મારા પરદાદા આનંદરાવ અને ભીમરાવ એટલે કે વિશ્વરત્ન બોધિસત્વ બાબાસાહેબ ડૉ. ભીમરાવ રામજી આંબેડકરે અભ્યાસ કર્યો હતો.
ત્યાં ગયા પછી ખબર પડી કે ડૉ.બાબાસાહેબ આંબેડકરના સ્કૂલ રેકોર્ડ પરથી તેમનું સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ (શાળા છોડ્યાનો દાખલો) હજી બન્યું નથી.
મેં શાળાના મુખ્ય શિક્ષકને પૂછ્યું કે બાબાસાહેબનું શાળા છોડયાનું પ્રમાણપત્ર આજ સુધી કોઈએ નથી કરાવ્યું , કે કોઈએ માગ્યું નથી?
મુખ્ય શિક્ષકે કહ્યું કે બાબાસાહેબના શાળા છોડવાના પ્રમાણપત્ર માટે ઘણી RTI અરજીઓ કરવામાં આવી હતી, ઘણા મંત્રીઓએ બાબાસાહેબનુ પ્રમાણપત્ર માગ્યું હતું, પરંતુ જ્યાં સુધી પરિવારમાંથી કોઈની માંગણી ન હોય ત્યાં સુધી અમે શાળા છોડયાનું પ્રમાણપત્ર આપી શકતા નથી. તમે પહેલા સભ્ય છો જેમણે બાબાસાહેબનુ પ્રમાણપત્ર માંગ્યું છે.
આજે 118 વર્ષ પછી બાબાસાહેબનું શાળા છોડવાનું પ્રમાણપત્ર તૈયાર કરવામાં આવ્યું છે, તે આપ સૌની માહિતી માટે રજૂ કરી રહ્યો છું.
ખાસ વાત એ જાણવા મળી કે બાબાસાહેબના 05 વર્ષ પહેલા ‘આનંદ’ રાવજીનું એડમિશન વર્ષ 1885માં થયું હતું અને રજિસ્ટરમાં તેમનું નામ ‘આનંદ રામજી આંબેડકર’ નોંધાયેલું છે. જેની નકલ મને ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે.
શું તમે તેનો અર્થ જાણો છો? બાબાસાહેબને કોઈ બ્રાહ્મણે ‘આંબેડકર’ અટક આપી ન હતી, જો આપી હોત તો પાંચ વર્ષ પહેલાં ‘આનંદ’ની આગળ ‘આંબેડકર’ નામ લખાયું ન હોત. બ્રાહ્મણ આંબેડકર ગુરુજીનું અસ્તિત્વ એટલું જ જેટલું મૌર્યકાળમાં ચાણક્યનું છે.
“આંબેડકર” અટક કોઈ બ્રાહ્મણની દેન નથી પરંતુ બાબાસાહેબ અને આનંદરાવના પિતા “સુબેદાર મેજર રામજી આંબેડકર”ની ભેટ છે.
️- રાજરત્ન આંબેડકરના ફેસબુક પોસ્ટ માંથી અનુવાદ.