ચાણસ્મા રેલ્વે સ્ટેશન વિસ્તારમાં પંખી ઘર નો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
આજ રોજ ભાદરવી પૂનમના દિવસે ચાણસ્મા રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલ ખોડીયાર માતાજી ના મંદિરની બાજુમાં પંખી ઘરનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
ટોટલ છ માળનું પંખી ઘર બનાવવામાં આવ્યું છે
આ પંખી ઘર નું નામ ખોડીયાર પંખીધર આપવામાં આવ્યું છે
આ પંખી ઘર ના દાતા સ્વ, પટેલ સુરેશભાઈ હીરાલાલ ચાણસ્મા ના વતની હતા અને યુએસએ ખાતે પોતાના ધંધાથી ગયા હતા તેમની યાદમાં તેમના ધર્મપત્ની સુભદ્રાબેન સુરેશભાઈ પટેલ તથા તેમના સુપુત્ર રિતેશભાઇ સુરેશભાઈ પટેલ દ્વારા આ પંખી ઘરનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેનું આજે લોકાર્પણ મણીભાઈ પટેલ તથા મુકેશભાઈ બી પટેલ તથા મુકેશભાઈ જે પટેલ ઉર્ફે દાઢી દ્વારા કરવામાં આવ્યું હતું સાથે સાથે આ કાર્યક્રમને સફળ કરવામાં પશાભાઈ પટેલ દ્વારા ભારે જેહમત ઉઠાવવામાં આવી હતી
આજના આ લોકાર્પણ પ્રસંગે ખોડીયાર માતાજી મંદિરના ટ્રસ્ટીગણ, ચાણસ્મા લાલજીદાસ લક્ષ્મીદાસ ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ ,અને ગામના નગરજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા
આનંદનો ગરબો ગાવામાં આવ્યો હતો દાંડિયા રાસ પણ રાખવામાં આવ્યા હતા આ પંખી ધરમાં હજારો પંખીઓ પોતાના નિવાસ કરશે અને એમનું ભોજન પણ અહીંયા જ આરોગશે એવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે
એક એવી કહેવત છે
દાન તો ઘણા કર્યા
પણ
જે દાન પંખીઓ માટે કરવામાં આવે તે દાન મહાદાન છે.
ચેતન શાહ ચાણસ્મા 9825703200

पिछला पद