ચાણસ્મા ખાતે આયુષ્માન ભારત કાર્ડ ની સમજણ અને કઢાવવા માટે ચાણસ્મા નગરપાલિકામાં તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા મીટીંગ યોજાઇ
હાલના કપરા સમયમાં ઘણી જ બીમારીઓ લોકોને થાય છે અને લોકો દવા કરાયા વગર ઘણીવાર મૃત્યુ પામે છે
પરંતુ ભારતના વડાપ્રધાન દ્વારા આયુષ્માન ભારત કાર્ડ કાઢી આપવાની ઝૂમબેસ ચાલુ છે અને આ કાર્ડ દ્વારા પાંચ લાખ રૂપિયા સુધીની દવા મફત થાય છે
જેમાં તાલુકા હેલ્થ ઓફિસર નાયક સાહેબના જણાવ્યા પ્રમાણે ગમે તેટલી આવક હોય તેને પણ આ કાર્ડ ફ્રી કાઢીએ આપવામાં આવે છે છેલ્લામાં છેલ્લી 4 લાખ રૂપિયાની આવક જેની હશે તેને આ કાર્ડ કાઢી આપવામાં આવશે
આ કાર્ડ કાઢી આપવાનો કોઈપણ જાતનો ચાર્જ આપવાનો રહેતો નથી અને આ કામગીરી ચાણસ્માના નગરપાલિકાના તમામ કોર્પોરેટર ને નીગરાની માં કરવામાં આવશે અને દરેક વોર્ડની અંદર ચાર દિવસ એક સાથે ફાળવવામાં આવ્યા છે અને આ કાર્યવાહી તાત્કાલિક ધોરણે કરવાની શરૂઆત કરવામાં આવશે
તાલુકા હેલ્થ ઓફિસર નિકુલભાઇ સી નાયક એ તમામ બાબતની વિસ્તૃત જાણકારી નગરપાલિકાના ચીફ ઓફિસર તથા નગરપાલિકાના પ્રમુખશ્રી તથા નગરપાલિકાની અધ્યક્ષા તથા નગરપાલિકાના તમામ કોર્પોરેટર ને આપી હતી અને જેટલું ઝડપી બને એટલું ચાણસ્માના લોકોને આયુષ્માન કાર્ડ કાઢી આપવાની વિના મૂલ્ય જાહેરાત કરી હતી
