પાટણ જિલ્લામાં એક મહિલા તલાટી ક્રમમંત્રીને 18 હજારની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યા હતા
પાટણ જીલ્લાનાં દુધારામપૂરા, ખારીવાવડી અને બાદીપુરના તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા નામે પુષ્પાબેન પ્રજાપતિને રૂપિયા 18 હજારની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યા હતા. પાટણની એસીબીની કાર્યવાહીના પગલે લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. જેની પાસે પુષ્પાબેને લાંચ માંગી હતી તે ફરિયાદીએ ગામની શાળાઓમાં દીવાલોનું કામ કર્યું હતું. જેનું બિલ લગભગ 3,50,000 રૂપિયાનું હતું. આ બિલની વહીવટી પ્રક્રિયાની સરળતા માટે તલાટી કમ મંત્રી પુષ્પાબેન પ્રજાપતિએ ફરિયાદી પાસેથી 18 હજાર રૂપિયાની લાંચ માગી હતી. જે નાણા ફરિયાદી આપવા માગતા ન હોય તેમણે પાટણની એસીબીનો સંપર્ક કર્યો હતો. આ ફરિયાદીની ફરિયાદ બાદ પાટણ એસીબીએ દુધારામપૂરા ગ્રામ પંચાયત કચેરીમાં લાંચનું છટકું ગોઠવ્યું હતું. જેમાં મહિલા તલાટી કમ મંત્રી પુષ્પાબેન પ્રજાપતિએ 18 હજાર રૂપિયા લાંચની રકમ સ્વીકારતા જ પાટણની એસીબીએ તેમણે રંગેહાથ ઝડપી પાડ્યા હતા.