વડનગર યુવા ટીમની સરાહનીય કામગીરી.હંમેશા માટે વડનગરની યુવા ટીમ કોઈપણ જાતની સેવા કરવાની હોય તો હંમેશા માટે અગ્રેસર રહેવાવાળા દરેક કાર્યકર્તાઓ ને મારા દિલથી નમસ્કાર જય શ્રી રામ જય માં ભારતી જ્યારે મનુષ્ય ઉપર કોરોના ની મહામારી વ્યાપી હતી ત્યારે ઘર બહારની ચિંતા કર્યા વગર પોતાની ચિંતા કર્યા વગર સિવિલ હોસ્પિટલમાં જે દર્દીઓ હતા તેમના સગા સંબંધીઓ નિસ્વાર્થે ભોજન પ્રસાદ રહેવાની વ્યવસ્થા સંપૂર્ણ વ્યવસ્થા આ યુવા ટીમ કરી હતી એવી રીતે આજે આપણી રાષ્ટ્ર માતા ગૌ માતાના ઉપર એવી જ મહામારી ઉત્પન્ન થઈ છે લંપી વાયરસ કરીને તેના અંદર પણ વડનગર યુવા ટીમે પૂરી મહેનત કરીને ગાયો માતા માટે રહેવાની દવાની ટ્રીટમેન્ટ એને મળી શકે શુદ્ધ ભોજન મળી શકે તેની પણ ચિંતા કરીને પૂરી વ્યવસ્થા કરી છે મિત્રો કોક તન આપીને સેવા કરે છે કોક મન આપીને સેવા કરે છે કોઈ ધન આપીને સેવા કરે છે કોક સમય આપીને સેવા કરે છે કોક ફોન ઉપર સંપર્ક કરીને સેવા કરે છે
જેવા દરેક મિત્રોને માં ભારતી શક્તિપ્રદાન કરે ગૌમાતા શક્તિ પ્રદાન કરે ભગવાન શ્રીરામ શક્તિ પ્રદાન કરે પવનપુત્ર હનુમાન દાદા પુરી તાકાત પ્રદાન કરે એવી હૃદયથી પ્રાર્થના મિત્રો આપણે પણ સર્વ લોકો આ યુવા ટીમ ની તાકાત બનીએ એવી પ્રભુને પ્રાર્થના.
