કોંગ્રેસની કપરી પરિસ્થિતિમાં પણ કોંગ્રેસમાં મહેનત કરી પક્ષને વફાદાર એવા મહેશકુમાર રાઠોડને કડીની ટિકિટ મળશે?
આગામી દિવસમાં આવનારી વિધાનસભાની ચૂંટણીના પડગામ વાગી રહ્યા છે ત્યારે મહેસાણા જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિના ચેરમેન મહેશકુમાર પુરષોત્તમભાઈ રાઠોડ કડી વિધાનસભાની ચૂંટણી લડવા માટે ઈચ્છા દર્શાવી મહેસાણા જિલ્લાની કડી વિધાનસભાના પ્રબળ દાવેદાર યુવા પેઢી માટે હર હંમેશ કાંઈ પણ નાત જાત ભેદભાવ વગર ફક્ત પોતાના વિસ્તારના હિત માટે છેલ્લા 32 વર્ષથી કોંગ્રેસના વફાદાર એવા મહેશકુમાર પુરુષોત્તમભાઈ રાઠોડ આ વખતે કોંગ્રેસ તરફથી કડી વિધાનસભામાં મજબૂત યુવા તેમજ પ્રબળ ઉમેદવારના ચહેરા તરીકે સૌની પસંદ બની રહ્યા છે.
આ વખતે મહેશકુમાર પુરુષોત્તમભાઈ રાઠોડ કડી તાલુકાના લોકો માટે એક આશાનું કિરણ તરીકે દેખાઈ રહ્યા છે. વિધાનસભાના યુવા માટે પણ એક યુવા પેઢીનો ચહેરો આવે છે તો યુવામાં ખુશી જોવા મળે છે લોકહિત માટે હંમેશા અવાજ ઉઠાવતા રહ્યા છે. તેમના પિતાની જેમ ઈમાનદાર અને સ્વચ્છ છબી ધરાવે છે અને તેઓ પોતાની વ્યક્તિગત ઓળખ ઊભી કરીને આજે જ્યાં અન્યાય દેખાય ત્યાં પૂરી નિષ્ઠાથી અને કોઈપણ નાત જાતના ભેદભાવ વગર કામ કરવા તૈયાર રહે છે. તેઓ બે વખત મહેસાણા જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ ચેરમેન તરીકે સક્રિય ભૂમિકા ભજવી મહેસાણા જિલ્લામાં કોંગ્રેસ પક્ષને મજબૂત રાખ્યો છે. અને તેમનો પરિવાર પણ કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલો છે છેલ્લા 32 વર્ષથી કોંગ્રેસ સાથે સંગઠનમાં જોડાઈ પાયા થી કોંગ્રેસ સાથે કામગીરી કરેલ છે.
તાલુકા સંગઠનોથી લઈ જિલ્લા તેમજ પ્રદેશ લેવલમાં કોંગ્રેસ પક્ષને મજબૂત રાખવા માટે અનેક કાર્યક્રમોમાં જોડાઈ પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે.
આવા ઉમદા યુવા પેઢીના વ્યક્તિત્વ તરીકે પોતાની આગવી ઓળખ ઊભી કરનાર મહેશકુમાર પુરુષોત્તમભાઈ રાઠોડ કડી વિધાનસભા બેઠક માટે આજે મજબૂત દાવેદાર માનવામાં આવે છે અને કોંગ્રેસ પાર્ટી તરફથી પણ એમનું નામ જાહેર કરવામાં આવે તેવી કડીના રહીશો સમાજ તેમજ કોંગ્રેસના કાર્યકરોની માંગ છે.
તેઓ પત્રકારના વ્યવસાય સાથે પણ જોડાયેલા છે જેમાં તેઓ સમાજ વિચાર સાપ્તાહિક પેપરના તંત્રી અને લાઈવ એસ વી ન્યુઝના એમડી તરીકે ફરજ બજાવી નિષ્પક્ષ અને નિડર તરીકેની એક આગવી ઓળખ ધરાવે છે તેઓ સમાજના અનેક સંગઠનો સાથે જોડાયેલા છે.
