ચાણસ્મા નાગરિક સહકારી બેંકમાં સર્વ સંમતિથી થયેલ ચૂંટણી
વરાયેલા નવા પ્રમુખ ,ઉપપ્રમુખ, એમડી ,અને જોઈન્ટ એમડી
ચાણસ્મા નગરની અંદર ચાણસ્મા નાગરિક બેંક આવેલી છે જેની ચૂંટણીની પ્રક્રિયા થઈ હતી સાથે સાથે સર્વ સંમતિ થતાં ચૂંટણી માં દરેક ઉમેદવાર બિનહરીફ થયા હતા અને સત્તાધારી પક્ષમાં સાત અને સામે ના પક્ષમાં છ ઉમેદવારો બિનહરીફ ચૂટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા તારીખ 15 9 2022 ના દિવસે ખાસ સાધારણ સભા રાખવામાં આવી હતી અને ચૂંટાયેલા ઉમેદવારોની સર્વ સંમતિથી બહાલી મળી હતી આજ તારીખ 19 9 2022 ના દિવસે
12 :39 ના વિજય મુરતે બેંકના પ્રમુખ તરીકે પટેલ રાજેશભાઈ નારણદાસ તથા ઉપપ્રમુખ તરીકે પટેલ સચ્ચિદાનંદ નાથાલાલ તથા એમડી તરીકે મહેન્દ્રકુમાર મફતલાલ પટેલ (શેઠ) તથા જોઇન્ટ એમ.ડી. તરીકે પટેલ હર્ષાબેન વિક્રમભાઈ ની સરવા નું મતે વરણી થઈ હતી આ પ્રસંગે ચાણસ્મા લાલજી દાસ લક્ષ્મીદાસ પટેલ પરિવારના ટ્રસ્ટી ઉમેશભાઈ પટેલ તથા બેંકના સભાસદો ઉપસ્થિત રહ્યા હતા પટેલ રાજેશભાઈએ પ્રમુખ નો ધારણ કરતા તેમને એવું જણાવ્યું હતું કે અમે અમારી બેંકનો વિકાસ કરવાનો હોય કોઈપણ જાતની લાગવગ ચલાવીશું નહીં અને બેંકના નીતિ નિયમ જે આવતા હશે તે તમામ માટે સરખા રાખીશું બેંકની એનપીએ ઓછું કરવાનું નેમ અમે લીધેલી છે અને જે લોકો લોન ભરપાઈ નહીં કરતા હોય એમની લોન ભરપાઈ કરાવવા માટે પણ બેંક તરફથી કાર્યવાહી કરવામાં આવશે
