ચાણસ્મા નાગરિક બેંક ની અંદર ચૂંટણી યોજાવાની હતી પરંતુ અંદર અંદર એકબીજાની સમજૂતીથી ચૂંટણી સરવાનુ મતે બિનહરી બતાવીને ચૂંટણી પૂર્ણ કરવામાં આવી હતી.
તારીખ 19 9 2022 ના દિવસે ચાણસ્મા નાગરિક બેંકના નવા પ્રમુખ પણ નિમાઈ ચૂક્યા હતા
પરંતુ તારીખ 19 9 2022 ના દિવસે પટેલ રમેશભાઈ છગનલાલ દ્વારા જિલ્લા રજીસ્ટર સાહેબને ચાણસ્મા નાગરિક બેંકની અંદર ચૂંટણી ગેરકાયદેસર હોવાથી કસ્ટોડિયન નિમાવવા માટેની યોગ્ય નયાય આપવાની અરજી કરવામાં આવી હતી.તેથી સંયુક્ત રજીસ્ટર અને સભ્યશ્રી બોર્ડ ઓફ નોમિનીઝ મહેસાણા વિભાગ દ્વારા પ્રતિવાદીને સમન્સ મોકલવામાં આવ્યા છે અને તેમને 27 9 2022 ના દિવસે 11:30 કલાકે આ બાબતમાં ખુલાસા કરવાની નોટિસ પાઠવવામાં આવી છે
સાથે સાથે બેંકની અંદર કામ ચલાવુ મનાઇ હુકમ પણ આપવામાં આવ્યો છે જેમાં ચૂંટણી અધિકારી શ્રી અને બેંકના મેનેજર શ્રી ને ચૂંટણીની પ્રક્રિયા કઈ રીતે કરી તે બાબતે તમામ માહિતી લઈને હાજર થવાનું જણાવવામાં આવ્યું છે
ત્યાં સુધી બેંકની અંદર કામ ચલાવુ મનાય હુકમ અને કારણ દર્શાવવાનું નોટિસ છે સાથે સાથે કોર્ટ કમિશનરનો હુકમ સાધનિક કાગળો મેળવવા માટે જે કામે કોર્ટ કમિશનર શ્રી એ જી. એચ. ઝાલાની નિમણૂક કરવામાં આવી છે અને પ્રતિવાદીને નોટિસ કરી તેઓની હાજરીમાં નિયમ નંબર સાતની અરજી મુજબના રેકોર્ડની ઇન્વેનટરી કરી અને દસ્તાવેજો ની નકલો દાવાના કામે રજૂ કરી રિપોર્ટ કરવા જણાવેલું છે આ સાથે અવલ જપ્તી લેવાનું રેકર્ડ /દસ્તાવેજી આધારની માંગણી કરતી નિયમ નંબર સાત ની અરજી પણ સામેલ કરવામાં આવી છે આમ પટેલ રમેશભાઈ છગનલાલ દ્વારા નાગરિક બેંક ની સામે હકની લડાઈ લડવા માટે દસ્તાવેજી પુરાવાઓ પણ એમને રજૂ કરેલા છે.
હાલમાં બેંકનું કામકાજ સરળતાથી ચાલશે પરંતુ નવા નિમાયેલા ડિરેક્ટરો અને પ્રમુખ કોઈ કાર્યવાહી કરી શકશે નહીં બેંકના મેનેજર દ્વારા હાલમાં તમામ બેન્કનો વહીવટ ચાલુ રહેશે
તમામ ડિરેક્ટરો નિમાયેલા તો રહેશે કોઈપણ જાતની કાર્યવાહી કરી શકશે નહીં. જો ચૂંટણી યોગ્ય પુરવાર થશે તો આ તમામ ડિરેક્ટરો ચાલુ રહેશે
ચેતન શાહ ચાણસ્મા