મારો અવાજ,
ચાણસ્મા પાંજરાપોળના પશુઓને ભોજન પીરસવામા આવ્યું
ચાણસ્મા ખાતે ગંગા મૈયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રાદ્ધ પક્ષના છેલ્લા દિવસે ચાણસ્મા પાંજરાપોળમાં પશુઓને ખવડાવવામાં આવ્યુ ખોળ ગોળ અને ચણાશ્રાદ્ધ પક્ષમાં દાનપુર્ણ કરવાની પરંપરા આગળથી ચાલતી આવે છે. તે નિમિત્તે ચાણસ્મા ખાતે ગંગામૈયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજ રોજ ચાણસ્મા મહાજન પાંજરાપોળમાં પશુઓને ખોળ, ગોળ અને ચણા મિક્સ કરીને ખવડાવવામાં આવ્યા હતા.આ પ્રસંગે ગંગા મૈયા ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો મીરા પટેલ તથા એમની સહિયરો દીપિકાબેન રામી, મંજુલાબેન પટેલ, સુખડિયા અંજનાબેન અને પટેલ મંજુલાબેન સાથે રહીને પાંજરાપોળના તમામ પશુઓને શ્રાદ્ધ પક્ષના છેલ્લા દિવસે દરેક પશુઓને ભોજન કરાવ્યું હતું