મારો અવાજ,
ચૂંટણી પંચ અને ભાજપની બેઠક! ચૂંટણી બાબતે 23 મુદ્દે કરી રજૂઆત,
વિધાનસભા ચૂંટણી ન યોજવાની કરી ખાસ રજૂઆત! જાણો શું છે કારણ..
કેન્દ્રીય ચૂંટણી પંચ બે દિવસની ગુજરાતની મુલાકાતે છે. ચૂંટણી પંચે ભાજપ સાથે બેઠક યોજી હતી. જેમાં ભાજપે ડિસેમ્બર માસમાં ચૂંટણી ન યોજાય તેવું આયોજન કરવા સહિત કુલ 23 મુદ્દે રજૂઆત કરી છે. ડિસેમ્બરમાં વિધાનસભા ચૂંટણી ન યોજવાને લઈને કારણ આપતા કહ્યુ છે કે,ડિસેમ્બર માસમાં રાજ્યમાં ખૂબ લગ્ન પ્રસંગ હોય છે જેથી મતદાન ઓછું થઈ શકે છે. તેવી પણ ચિંતા વ્યક્ત કરી હતી.
આ ઉપરાંત સ્ટાર પ્રચાર, મતદાનના સમયમાં વધારો. વૃદ્ધો અને દિવ્યાંગ મતદારો માટે ખાસ વ્યવસ્થા, નામાંકનોની યાદીમાં સુધારો. વેબસાઈટ પર નામાંકન પત્રો અપલોડ કરવા અને મતદાન એજન્ટોની ભૂમિકા સક્રિયા રાખવા સહિતની રજૂઆત કરી.
આ બેઠક દરમિયાન ભાજપે વૃદ્ધો અને દિવ્યાંગ મતદારો માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી માંગ કરી હતી. ભાજપે મતદારો માટે વધુ સમય માંગતા એવી પણ રજૂઆત કરી કે વીવીપેટ અને ઈવીએમમાં એક મતાદાન કરતા દોઢ મિનિટનો સમય લાગે છે.
બેઠક પૂર્ણ થયા બાદ ભાજપ નેતાઓએ ચૂંટણી પંચ સમક્ષ કરેલી વાત જણાવી. જે અનુસાર વૃદ્ધ અને દિવ્યાંગ મતદારો માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવે, મતદાનનો સમય વધુ કરવામાં આવે તેમ જણાવાયુ હતુ.આ ઉપરાંત VVPAT અને EVMમાં એક મતદાન કરતા દોઢ મિનિટનો સમય થાય છે. મતદાનનો સમય હાલ 10 કલાકનો છે પરંતુ 11 કલાક કરે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.