ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા વડનગરમાં રેલી યોજાઇ. વડનગરમાં કોંગ્રેસ દ્વારા પરિવર્તન પેનલે રેલી યોજી લોકોને કોંગ્રેસ નાગરિક અધિકાર પત્ર દ્વારા કોંગ્રેસના 8 વચનોથી વાકેફ કરાયા. કોંગ્રેસના 8 વચનો પૈકી પ્રત્યેક વ્યક્તિને રૂપિયા ૧૦ લાખની મફત સારવાર યોજના વિનામૂલ્યે તમામ દવાઓ ખેડૂતોનું રૂપિયા ૩ લાખ નું દેવું માફ, વીજળી ના બિલમાં વપરાશની વીજળીમાં માત્ર યુનિટ માફ, ગુજરાતમાં 1000000 યુવક-યુવતીઓને સરકારી નોકરીઓમાં ભરતી સરકારી નોકરીમાં કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ,
બેરોજગાર યુવાનોને માસિક રૂપિયા 3000 બેરોજગારી ભથ્થુ સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના લાગુ, દૂધ ઉત્પાદકોને પ્રતિ લીટર રૂપિયા પાંચ ની સબસીડી રૂપિયા 500 માં ઘરેલું ગેસ સિલિન્ડર,3000 અંગ્રેજી માધ્યમ સ્કૂલ સ્થપાશે તેમ જ દીકરીઓ માટે kg થી pg સુધી મફત શિક્ષણ, કોરોના મૃત્યુ પામેલા પ્રત્યેક વ્યક્તિના પરિવારને રૂપિયા ૪ લાખનું વળતર, આધુનિક સુવિધાઓથી સજ્જ અદ્યતન હોસ્પિટલો બનાવવામાં આવશે. ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાયદો,ડ્રગ્સ માફિયા સામે કડક કાર્યવાહી અને ગુનેગારોને જેલ, જેવા કોંગ્રેસી 8વચનો મેનીફેસ્ટો પ્રમાણે લોકોને લાભ મળશે.
મારુ બુથ મારુ ગૌરવ. વડનગર શહેર માં ઘર ઘર અને વેપારી મિત્રોને કોંગ્રેસ ની સરકાર આવશે તો આઠ મેનીફેસ્ટો પ્રમાણે લોકોને લાભ મળશો.રેલીમા ઉપસ્થિત મહેસાણા જીલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીતસિંહ ઠાકોર.પ્રદેશ પ્રભારી ગીતા પટેલ.તાલુકા પ્રમુખ સતીશ પટેલ. પ્રદેશ મંત્રી જગતસિહ ડાભી.શહેર પ્રમુખ રજુજી .તાલુકા મહિલા પ્રમુખ મંજૂલા ઠાકોર. મહિન્દ્રસિહ. દિવાનજી.બાબુજી.કમરઅલી વિનોદ પટેલ દિનેશ પરમાર, D. P ઠાકોર હાજર રહ્યા હતા..
