મારો અવાજ,
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના સોજા ગામની લબ્ધ પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા “શેઠ એચ. એમ. સાર્વજનિક હાઈસ્કૂલ, સોજા” ના ઉપક્રમે આજરોજ *ક્વીઝ કોમ્પિટિશન (પ્રશ્નોત્તરી સ્પર્ધા)* નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.ધોરણ ૬ થી ૧૨ ના અધ્યેતાઓની પાંચ ટુકડી બનાવી તેઓને ગુજરાતી સાહિત્ય, ગણિત, વિજ્ઞાાન, ભાષાકીય વ્યાકરણ, ગુજરાતની ભૂગોળ, સામાજિક વિજ્ઞાાન, તર્ક ક્ષમતા, ભારતીય ઈતિહાસ, સામાન્ય જ્ઞાન, રમતો વગેરે વિષયના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ભાગ લેનાર સ્પર્ધકોએ વિવિધ વિભાગોના પૂછાયેલા પ્રશ્નના સાચા જવાબ આપી સુંદર દેખાવ કર્યો હતો. કુલ આઠ રાઉન્ડના અંતે ટીમ D (કાશી) વિજેતા જાહેર કરવામાં આવી હતી. શાળાના ચિત્ર શિક્ષકશ્રી ભરતભાઈ પટેલે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. બાળકોમાં વિવિધ વિષયોનું જ્ઞાન સંવર્ધિત થાય અને ત્વરિત નિર્ણય લેવાની ક્ષમતા કેળવાય તે ઉદ્દેશની આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું એમ એક અખબારી યાદીમાં શાળાના સારસ્વતશ્રી રાકેશ પ્રજાપતિ જણાવે છે.