મારો અવાજ,
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાની લબ્ધ પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા *”શેઠ એચ. એમ. સાર્વજનિક હાઈસ્કૂલ, સોજા”* ના ઉપક્રમે આજરોજ *POCSO* અંતર્ગત કાનૂની માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. Youth Engagement & Awareness on POCSO Act હેઠળ શાળાની અધ્યેતા દિકરીઓને માર્ગદર્શન મળી રહે તે હેતુ તથા જનજાગૃતિ પ્રસાર થાય હેતુ તાલુકા કાનૂની સેવા સમિતિ,કલોલ દ્વારા સદર કાનૂની શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.i એડવોકેટ કુમારી સ્નેહલબા ચાવડા અને એડવોકેટ કુમારી રિંકલબેન પરમારે P.L.V.તરીકે ઉપસ્થિત રહી ખૂબ જ સુંદર અને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું એમ એક અખબારી યાદીમાં શાળાના સારસ્વતશ્રી રાકેશ પ્રજાપતિ જણાવે છે.