મારો અવાજ,
સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે અપરિણીત મહિલાઓને ગર્ભપાતના અધિકારથી વંચિત રાખવું તે તેમની અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ઉલ્લંઘન છે. કોર્ટ આ કાયદામાં ફેરફાર કરીને અપરિણીત મહિલાઓને પણ ગર્ભપાતની મંજૂરી આપવા વિચારણા કરશે. કોર્ટ મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી એક્ટ અને સંબંધિત નિયમોનું અર્થઘટન કરશે. તે નક્કી કરશે કે શું અપરિણીત મહિલાઓને 24 અઠવાડિયામાં ગર્ભપાત કરવાની મંજૂરી આપી શકાય કે નહીં.
જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ જેબી પારદીવાલાની બેન્ચે શુક્રવારે એક કેસની સુનાવણી દરમિયાન આ વાત કહી હતી. બેન્ચે કેન્દ્ર તરફથી હાજર રહેલા એડિશનલ સૉલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીને આ પ્રક્રિયામાં કોર્ટને મદદ કરવા જણાવ્યું હતું.
કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ ચંદ્રચુડે પુછ્યું હતું કે 24 અઠવાડિયાની ગર્ભાવસ્થાને સમાપ્ત કરવા માટે અવિવાહિત મહિલાઓને કાયદામાં શા માટે સામેલ કરી શકાય નહીં. તેમણે સ્પષ્ટ કર્યુ કે ગર્ભપાત માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.
કાયદા બધા માટે સમાન: SC
બેન્ચે કહ્યું કે, ‘વિધાનમંડળનો ઈરાદો શું છે? તે ફક્ત ‘પતિ’ શબ્દનો ઉપયોગ નથી કરતાં. કાયદામાં પાર્ટનર શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કાયદો ફક્ત લગ્ન બાદ ગર્ભવતિ થનારી મહિલાઓ વિશે જ ચિંતિત નથી. કાયદો અવિવાહિત મહિલાઓની પણ ચિંતા કરે છે. જો વિવાહિત મહિલાઓને ગર્ભપાતની અનુમતિ છે તો અવિવાહિત મહિલાઓને તેનાથી બહાર રાખી શકાય નહીં. કાયદાકીય રીતે દરેક મહિલાઓના જીવનનું મહત્વ
આ મામલો દિલ્હી હાઈકોર્ટમાં હતો, જ્યાં 15 જુલાઈએ કોર્ટે ગર્ભપાત પર રોક લગાવી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે અવિવાહિત મહિલા જે સંમતિથી ગર્ભવતી બને છે તે મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી (MTP) નિયમો, 2003 હેઠળ ગર્ભપાત કરાવી શકતી નથી. સુનાવણી દરમિયાન, દિલ્હી હાઈકોર્ટની બેન્ચે મૌખિક ટિપ્પણીમાં કહ્યુ હતું કે આ તબક્કે ગર્ભપાત બાળકની હત્યા સમાન હશે.