ચાણસ્મા ખાતે યક્ષરાજ માણિભદ્ર દેવનો આસો સુદ પાંચમ ના દિવસ નિમિત્તે હવન કરવામાં આવ્યું.
જૈન સમાજમાં મણીભદ્ર યક્ષરાજ શાસન રક્ષક છે જે જૈનોના તમામ દેરાસરોમાં બિરાજમાન હોય છે
જે જૈન દેરાસરના અંદર યક્ષરાજ તરીકે બિરાજમાન હોય છે
તેમની નિશ્રામાં સમગ્ર દેરાસરોના નિર્માણ કાર્ય થાય છે અને તે સમગ્ર જૈન દેરાસર ની અંદર રક્ષક તરીકે બિરાજમાન રહે છે
જૈન સમાજની અંદર માણિભદ્ર વીર દાદાની બહુ જ ભક્તિ કરવામાં આવે છે
આજ રોજ ચાણસ્મા ખાતે સાગરજી સમુદાયના આચાર્ય દેવશ્રી હેમચંદ્ર સાગરજી મહારાજના સાનિધ્યમાં આસોશુદ પાંચમ નિમિત્તે મણીભદ્ર યક્ષરાજ દાદાના સમક્ષ ચાણસ્મા ખાતે હવન કરવામાં આવ્યો હતો
હવન ના લાભાર્થી શાહ રસિકલાલ વિઠ્ઠલદાસ પરિવાર દ્વારા સમગ્ર હવનનું આયોજન કરવામાં આવ્યું હતું
સાથે સાથે ચાણસ્મા જૈન સંઘના ભાઈઓ બહેનો આ હવનમાં જોડાયા હતા દરેકને માણીભદ્ર યક્ષરાજનું યંત્ર આપવામાં આવ્યું હતું. જૈન સમાજના વિધિકારક દ્વારા શુદ્ધ વિધિ કરાવીને હવન કરાવવામાં આવ્યો હતો. આજના આ દિવસે ચાણસ્મા જૈન સમાજના બહાર વસતા ભાઈઓ બહેનો પણ આ હવનમાં હાજર રહ્યા હતા
પરમ પૂજ્ય આચાર્ય દેવશ્રીએ જણાવ્યું હતું કે શ્રીમાણીભદ્ર યક્ષરાજ શાસન રક્ષક છે અને એમને આસો સુદ પાંચમના દિવસે એમનો દિવસ છે અને હવન કરવો જરૂરી છે જેનાથી કોઈપણ જાતના ઉપદ્રવ થયા હોય તો એમને યાદ કરવાથી અને એમને હવન કરવાથી કોઈપણ જાતના ઉપદ્રવ દૂર થઈ જાય છે અને સંપૂર્ણ શાંતિ થઈ જાય છે
જૈન સમાજના ભાઈઓ બહેનોએ ખાસ આજના દિવસે માણીભદ્ર યક્ષરાજની વાસ્કેપ પૂજા દ્વારા પણ પૂજા કરવી જરૂરી છે
અતિ સુંદર નૈવેદ્ય સુગંધીદાર અત્તર, ફળો અને અન્ય સામગ્રી દ્વારા આજે આ સુંદર હવન કરાવવામાં આવ્યો હતો અને દરેકને એક એક યંત્ર આપવામાં આવ્યું છે જે હવન બાદ પોતાના ઘરે લઈ જશે અને માણિભદ્ર યક્ષરાજને પોતાના ઘરમાં બિરાજમાન કરશે આ યંત્ર ને દર્શન જ કરવાના રહેશે
મણીભદ્ર યક્ષરાજ દાદા ની અસીમ કૃપા સમગ્ર ચાણસ્મા શહેર અને આજુબાજુના વિસ્તારોમાં વર્ષે અને આ વિસ્તારોમાં સુખાકારી કાયમ રહે એવી આચાર્યશ્રી હેમચંદ્રસાગર મહારાજ સાહેબે યક્ષરાજ માણીભદ્ર વીર દાદા ને પ્રાર્થના કરી હતી
ચેતન શાહ ચાણસ્મા 9825703200

अगली पोस्ट