મારો અવાજ-મહેસાણા,
મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી ની આગામી દિવસોમાં યોજાનારી મુલાકાતને પગલે રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમારે મહેસાણા જિલ્લાના મોઢેરાની મુલાકાત લીધી હતી.
પ્રધાનમંત્રીશ્રી મહેસાણા જિલ્લાના મોઢેરાની બાજુ માં દેલવાડા ખાતે એક જનસભા સંબોધવાના છે. આ ઉપરાંત મોઢેશ્વરી માતાના પણ દર્શન કરવાના છે. પ્રધાનમંત્રી શ્રી મોઢેરા સૂર્યમંદિર ખાતે કાયમી લાઇટિંગ સહિત પ્રોજેક્ટ મેપિંગ નું પણ લોકાર્પણ કરવાના છે. જિલ્લામાં નાગરીકો ની સુખાકારી માટે વિવિધ વિકાસ કામના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના છે. મહેસાણા જિલ્લામાં અંદાજિત 654.40 કરોડના ખર્ચે તૈયાર થયેલ 11 પ્રોજેક્ટના લોકાર્પણ અને અંદાજે 2220.37 કરોડના ખર્ચે તૈયાર થનારા 6 પ્રોજેક્ટના ખાતમુહૂર્ત મળી 2,874.77 કરોડના વિકાસ કામોને ભેટ આપનાર છે.
મહેસાણા જિલ્લામાં પ્રધાનમંત્રી શ્રી ના કાર્યક્રમને પગલે મુખ્ય સચિવે વિવિધ સ્થળો પર થનાર કાર્યક્રમનું નિરીક્ષણ કરી અધિકારીઓનને જરૂરી સૂચનાઓ આપી માર્ગદર્શિત કર્યા હતા
આ પ્રસંગે પ્રવાસન નિગમના સચિવ હારીત શુક્લા, પ્રવાસન નિગમના મેનેજિંગ ડિરેક્ટર આલોક પાંડે , એનર્જી અને પેટ્રોલ કેમિકલ વિભાગના અગ્ર સચિવ મમતા વર્મા ,માર્ગ અને મકાન વિભાગના અધિકારી ,જિલ્લા કલેકટર ઉદીત અગ્રવાલ જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશ નિવાસી અધિક કલેક્ટર ઇન્દ્રજીત વાળા ,સહિત જિલ્લાના અધિકારીઓ અને વિવિધ કમિટીના નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા