મારો અવાજ-વિસનગર,
વિસનગર તાલુકાના ભાલક ગામે અશ્વદોડ સ્પર્ધાની 200 વર્ષ જૂની પરંપરા, વાયુ વેગે દોડ્યા ઘોડા..
અંદાજે ૨૦૦ વર્ષ જૂની અશ્વદોડની પરંપરા આજે પણ વિસનગર તાલુકાના ભાલક ગામે અડીખમ જોવા મળી રહી છે. ત્યારે પાણી દારઅશ્વોની સવારીની અનોખી સ્પર્ધાએ આજે પણ આકર્ષણ જમાવ્યું છે. આ અશ્વદોડને વિસનગર તાલુકાના ભાલક ગામે મુશ્લીમ બિરાદરો ધ્વારા જીવંત રાખવામાં આવી છે, ત્યારે કહેવત પ્રમાણે “દશેરાએ જો ઘોડો ના દોડે તો શું કામનો?” આમ કહેવત પોતાના પરના લાગી આવે તે માટે આજે પણ ઘોડેસવારો ભાલક ગામે યોજાતી ઉત્તર ગુજરાતની ભવ્ય અશ્વદોડ સ્પર્ધામાં પોતાના પાણીદાર અશ્વો સાથે સ્પર્ધામાં જોડાય છે.
વિજેતા સિધ્ધપુર તાલુકાના કુંવારા ગામ નો યુવાન હોવા નુ જાણવા મળ્યું છે જે પોતાના અશ્વ પર ઊભો રહી પોતાની જીતને લઈ લોકો નું અભિવાદન કરી રહ્યો છે