મારો અવાજ-વિસનગર,
સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતે ઉત્તર પ્રદેશના રાજયપાલ અને ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માનનીય શ્રીમતી આનંદીબેન પટેલના વરદ્ હસ્તે નુતન હોમિયોપેથિક મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલનો ઉદ્દઘાટન સમારોહ યોજાયો હતો,અતિથિ વિશેષ તરીકે આરોગ્ય પરિવાર કલ્યાણ અને જળસિંચાઇ મંત્રી માનનીય શ્રી ઋષિકેશભાઈ પટેલ, મહેસાણા જીલ્લા સાંસદ માનનીય શારદાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને સંસ્થાને તેઓશ્રીએ શુભેચ્છાઓ પાઠવી હતી.
નુતન હોમિયોપેથિક મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના નવીન ભવનના ઉદ્દઘાટન પ્રસંગે સમાજના વિવિધ અગ્રણીઓ, સામાજિક તેમ જ સહકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ, યુનિવર્સિટી પ્રાધ્યાપકો સહિત અંદાજિત ૪૦૦૦થી વધુ લોકોએ હાજરી આપી હતી.