મારો અવાજ,
*ગુજરાત કોલ્ડ સ્ટોરેજ એસોસિયેશન દ્વારા* તા.૧૨/૧૦/૨૦૨૨ ના રોજ *દીવ* ખાતે *ટેકનોલોજી વિષય પર કોન્ફરન્સ* નું આયોજન કર્યું હતું જેમાં કિલ્સોસ્કર, ટાટા, ઓલ રાઉનડ જેવી અન્ય કંપનીઓ ના પ્રતિનિધિ, નિષ્ણાંતો,તેમજ ગુજરાતના વેપારીઓ હાજર રહ્યા હતા.
સુંઢિયાગામ,તા.વડનગરના વતની અને પ્રાઈમ યુએવીના સી.ઈ.ઓ. *શ્રી પ્રદિપભાઈ પટેલે આ કોન્ફરન્સમાં* મુખ્ય વક્તા તરીકે ડ્રોન ટેકનોલોજી વિષય પર વિગતવાર માહિતી આપી હતી.
જેમાં માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના વીઝન *ડબલિંગ ઈનકમ* બટાકાની ખેતીમાં આધુનિક ડ્રોન ટેકનોલોજી નો ઉપયોગ કરીને કેવીરીતે કરી શકાય, જે માટે સરકારે લીધેલા હકારાત્મક પગલા અને સબસીડી વિશે પણ માહિતી આપી હતી.
*હાલ બટાકાની ખેતી બનાસકાંઠા,સાબરકાંઠામાં* થાય છે પરંતુ વિજાપુર ના ખેડૂતો વિશેષ ટેકનોલોજીના ઉપયોગ કારણે ડીસા કરતા ઉત્પાદનમાં આગળ નીકળી ગયા છે. જે દર્શાવે છેકે ભવિષ્ય માં ડ્રોન ટેકનોલોજી ઓર્ગેનિક ફામિંગ માટે સફળ કારગર થશે.