મારો અવાજ,
ઊંઝા વિધાનસભાના પ્રભારી શ્રી ડો.રાજુલબેન દેસાઈના અધ્યક્ષસ્થાને ઊંઝા વિધાનસભાની ચૂંટણી વ્યવસ્થા ટીમની બેઠક સવારે ૧૦-૩૦ કલાકે શ્રી કમલમ્ -ઊંઝા વિધાનસભા કાયાઁલય,ગાંધીચોક,ઊંઝા મુકામે મલી હતી.આ બેઠકમાં ઉપસ્થિત સૌ જવાબદાર કાયઁકરતાઓને દરેકની જવાબદારી અનુરૂપ બેનશ્રી દ્વારા માગઁદશઁન આપવામાં આવ્યું હતું.આ બેઠકમાં એપીએમસી ચેરમેન દિનેશભાઈ,મહેસાણા ડિ.સે.કો.ઓ.બેકના વાઈસ ચેરમેન કેશુભાઈ,ઊંઝા શહેર સંગઠન પ્રમુખ શૈલેષભાઈ,મહામંત્રી દિપક પટેલ(ડીજે) કાનાજી ઠાકોર વડનગર પાલિકા ઉપ પ્રમુખ ,ઊંઝા તાલુકા પ્રમુખ લક્ષ્મણભાઈ,મહામંત્રી નાથુભાઈ,અશ્ર્વિનભાઇ તેમજ વિધાનસભા ચુંટણી વ્યવસ્થા ટીમના સૌ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે કહોડાના વતની અને અમદાવાદ સ્થિત ઉમિયામાતા સોલા કેમ્પસના ટ્રસ્ટી બેન શ્રી જયશ્રી બેન પટેલને અધ્યક્ષ ડો.રાજુલબેન દેસાઈ ના હસ્તે પાર્ટી નો ખેસ પહેરાવી ભાજપ માં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.