મારો અવાજ,
*ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ શ્રીયુત એન્ટોનિયો ગુટેરેસે આજે દેશના સૌ પ્રથમ ૨૪x૭ સોલાર વિલેજ એવા મહેસાણા જિલ્લાના સુજાણપુર ગામની મુલાકાત લીધી હતી.*
આ તકે આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલ તેમજ ઊર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
અહીં ઊર્જા વિભાગના અગ્રસચિવ સુશ્રી મમતા વર્મા દ્વારા પ્રેઝન્ટેશનના માધ્યમથી વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે શ્રીયુત એન્ટોનિયો ગુટેરેસે જણાવ્યું હતું કે આ માત્ર સોલાર પ્રોજેક્ટ નથી, પરંતુ ઉજ્જવળ ભવિષ્યના સમુદાયને શ્રેષ્ઠ બનાવવાનો એક સામાજિક પ્રોજેક્ટ છે. આમ જણાવી તેમણે લોકોને સૌરઊર્જાના શક્ય તેટલા વધુ ઉપયોગ પર ભાર મૂક્યો હતો.