ચૂંટણી નજીક આવતાની સાથે જ ભાજપે ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે આ મામલે હવે ગુજરાતમાં નેતાઓનો વિરોધ શરૂ થઈ ચૂક્યો છે. વાવ વિધાનસભાની બેઠકના ઉમેદવારની પસંદગીને લઈને આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ત્યારે વાવ વિધાનસભા બેઠક પરથી શંકર ચૌધરીને ટિકિટ ન આપવા અંગે રજૂઆત કરવા સ્થાનિકો પહોંચ્યા હતા.આયાતી ઉમેદવાર આવશે તો ભાજપની હાર નિશ્ચિત
ગુજરાતમાં ચૂંટણીને લઈ તડામાર તૈયારી શરૂ થઈ ગઈ છે. હવે ચૂંટણી જાહેર થવાની તૈયારીમાં છે ત્યારે વાવ વિધાનસભા બેઠકના ઉમેદવાર પસંદગી માટે આજે સેન્સ લેવામાં આવી હતી. જે મામલે વાવના સ્થાનિકોએ બનાસડેરી ચેરમેન શંકરભાઇ ચૌધરીનો વિરોધ કર્યો છે અને કહ્યું છે કે, વાવ માંથી શંકરભાઈને ટિકિટ અપાશે તો તેઓ હારશે. આયાતી ઉમેદવાર આવશે તો ભાજપની હાર નિશ્ચિત છે.
વાવમાં શંકર ચૌધરીનો વિરોધ
આજથી 3 દિવસ માટે ભાજપના નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવિ રહી છે. ત્યારે આજે સેન્સ પ્રક્રિયામાં વાવ વિધાનસભા માટે ચેરમેન શંકર ચૌધરી સહિત 3 લોકોએ ઉમેદવારી નોંધાવી છે. ત્યારે વાવના સ્થાનિકો દ્વારા શંકર ચૌધરીનો વિરોધ કરવામાં આવ્યો છે. અને કહ્યું કે શંકર ચૌધરીને જો ટિકિટ આપવામાં આવશે તો તે હારશે. તથા વાવ બેઠક પરથી રાણા ગજેન્દ્રસિંહ અને ચૉધારી સમાજના બબાભાઈ માંથી કોઈપણ એકને ટિકિટ આપીવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત સેન્સ આપવા આવેલા ચૌધરી સમાજ અને દરબાર સમાજના લોકો એ સ્થાનિક ઉમેદવારની માંગ કરી છે.
