મારો અવાજ,
ગુજરાતમાં ચૂંટણીના જંગનું બ્યુગલ વાગી ચૂક્યું છે. રાજ્યમાં ભાજપ કોંગ્રેસના મુકાબલાની વચ્ચે આમ આદમી પા્ર્ટીએ આક્રમક રીતે એન્ટ્રી મારતા ગુજરાતનો ચૂંટણી જંગ રોચક બન્યો છે. પરંતુ આ બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટી કેવી રીતે પોતાનો ગઢ જાળવી રાખે છે તેનું વિશ્લેષણ કરવું રોચક થઇ પડશે. હકીકતમાં પાર્ટી 27 વર્ષથી સત્તામાં છે. આ ચૂંટણીમાં સતત સાતમી જીતનો રેકોર્ડ સ્થાપિત કરવા માગે છે પરંતુ એમની આ રાહ આસાન નહીં હોય. એ સંજોગોમાં ભાજપની સ્ટ્રેન્થ, વીકનેસ, ઓપોર્ચ્યુનિટીઝ, અને થ્રેટ્સ (સ્વોટ) એનાલિસિસ પર એક નજર નાંખીએ.
સો પહેલા આપણે ભાજપની તાકાત જોઇએ તો ખુદ વડાપ્રધાનની પોતાના વતન એવા રાજ્યમાં ઉપસ્થિતિ છે. ભાજપ માટે નરેન્દ્ર મોદી હુકમનો એક્કો છે. વર્ષ 2017ની ચૂંટણીમાં કોટા આંદોલન દરમિયાન ભાજપ પાટીદારોની નારાજગીનો પરચો મેળવી ચુકી છે. તેથી જ તેમણે વિજય રૂપાણીને હટાવીને પાટીદાર મુખ્યમંત્રી ગુજરાતને આપ્યો છે. તેમજ પાટીદાર અનામત આંદોલનના મુખ્ય ચહેરા એવા હાર્દિક પટેલને પણ ભાજપમાં લાવી દીધો છે. ગુજરાતમાં ભાજપનું સંગઠન બુથ લેવલથી મજબુત છે. સત્તારૂઢ પાર્ટી હિન્દુત્વ, વિકાસ અને ડબલ એન્જિન સરકાર જેેવા વિકાસના મુદ્દા સાથે ગુજરાતમાં ફરીથી સરકાર રચવાની મજબુત દાવેદારી કરી રહી છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ પાસે રાજ્યમાં એવો કોઈ દિગ્ગજ નેતા નથી, જે પીએમ મોદીનું સ્થાન લઈ શકે. તેઓ 13 વર્ષ સુધી રાજ્યના મુખ્યમંત્રી હતા. તેમના પછી ગુજરાતે 3 મુખ્યમંત્રી જોયા.
આપ અને કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવી રહેલા ભ્રષ્ટાચારના આરોપો વચ્ચે પાર્ટીને મોંઘવારી, બેરોજગારી અને આર્થિક તણાવના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
ગુજરાતમાં નબળા વિરોધને કારણે ભાજપને સતત 7મી જીત મળી શકે છે. હાલમાં કોંગ્રેસ અને આપ પણ મેદાનમાં છે. એવા અહેવાલો છે કે રાજ્યમાં વિપક્ષની ભૂમિકા ભજવી રહેલા કોંગ્રેસના નેતાઓ પ્રચારમાંથી ગાયબ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં ઘણા જોડાયેલા છે. જો બીજેપી 182 સીટોવાળા રાજ્યમાં આપને 5 કરતા ઓછી સીટો પર રોકવામાં સફળ થશે, તો પાર્ટી પાસે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પાર્ટીને રાષ્ટ્રીય સ્તરે મુખ્ય પ્રતિસ્પર્ધી બનવાથી રોકવાની તક મળશે.
મોરબીમાં તાજેતરમાં થયેલા પુલ અકસ્માતના કારણે ભાજપને અસર થઈ શકે છે. આ ઘટનામાં 135 લોકોના મોત થયા હતા. એવા અહેવાલો છે કે મજબૂત કેન્દ્રીય નેતૃત્વને કારણે ભાજપમાં આંતરિક કલહ હજુ છુપાયેલો છે, પરંતુ હારના કિસ્સામાં તિરાડ સામે આવી શકે છે. જો સ્થિતિ ત્રિશંકુ વિધાનસભા બની જાય છે, તો પાર્ટીને રાજ્યમાં બહુમતી મેળવવા માટે ગઠબંધન સાથીદાર શોધવામાં મુશ્કેલી પડી શકે છે. જો આપ પાર્ટી કેટલીક જગ્યાએ બેઠકો જીતવામાં સફળ થાય છે તો ભાજપ સામે નવો પડકાર આવી શકે છે. કારણ કે, વર્ષ 2002થી ભાજપની સીટો સતત ઘટીરહી છે.