મારો અવાજ,
ગુજરાતમાં ત્રીજા વિકલ્પ તરીકે આગળ વધી રહેલા આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે ઇશુદાન ગઢવીના નામની જાહેરાત કરવામાં આવી છે. આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અમદાવાદમાં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે 2022ની ધારાસભા ચૂંટણી માટે ઇસુદાન ગઢવી આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીનો ચહેરો હશે.
► 16.48 લાખ લોકોએ ‘આપ’ના સીએમ પોલમાં ભાગ લીધો : 73 ટકાએ ઇસુદાન ગઢવીને પસંદ કર્યા : પંજાબ સ્ટાઇલથી ગુજરાતમાં પણ પ્રથમ વખત વિપક્ષનો મુખ્યમંત્રી પદનો ચહેરો સામે આવ્યો
ગત મહિને ‘આપ’ દ્વારા આ અંગે લોકો પાસે અભિપ્રાય માગવામાં આવ્યો હતો અને તેમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીના ચહેરા કોણ હોય શકે તે અંગે મંતવ્ય આપવા જણાવ્યું હતું. આજે અમદાવાદમાં એક પત્રકાર પરિષદમાં અરવિંદ કેજરીવાલે જાહેર કર્યું કે અમને વોટ્સ-એપ, એસએમએસ અને અન્ય માધ્યમોથી કુલ 16,48,541 લોકોએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો જેમાં 73 ટકા લોકોએ મુખ્યમંત્રીના ચહેરા તરીકે શ્રી ઇસુદાન ગઢવીને પસંદ કર્યા હતા. શ્રી કેજરીવાલે જણાવ્યું
આજે આમ આદમી પાર્ટી તેના મુખ્યમંત્રી પદનો ચહેરો નહીં પરંતુ ગુજરાતના મુખ્યમંત્રી પસંદ કરી રહ્યા છે. અગાઉ આપ દ્વારા પંજાબમાં પણ મુખ્યમંત્રી પદ અંગે રાજ્યના લોકો પાસે મંતવ્ય મંગાયું હતું અને તેના આધારે ભગવંત માનને રાજ્યના મુખ્યમંત્રી પદના દાવેદાર તરીકે જાહેર કર્યા હતા જે રીતે જ ગુજરાતમાં પણ આજે કેજરીવાલે પક્ષના સીએમ ચહેરાની જાહેરાત કરી છે. એક ટીવી એન્કરમાંથી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી તરીકે કામગીરી કરનાર ઇસુદાન ગઢવી હવે કઇ બેઠક પરથી ચૂંટણી લડે છે તેના પર સૌની નજર છે.