મારો અવાજ,
24 વિધાનસભા કડીના ઉમેદવાર તરીકે કોંગ્રેસ પક્ષ તરફથી કડી તાલુકાના કણજરી ગામના વતની પ્રવિણ પરમારને કોંગ્રેસ પક્ષે ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યાં હતાં. જેઓ કડી તાલુકાના કણજરી ગામના વતની છે અને પોતાનો વ્યવસાય એડવોકેટ છે. જેઓ 22 વર્ષની ઉંમરે જ પોતાના ગામના સરપંચ બન્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે, પ્રથમ તો તેઓએ કોંગ્રેસ પક્ષનો આભાર માન્યો હતો. કોંગ્રેસનો પ્રથમ મુદ્દો કે મોંઘવારી તેમજ ગામડાઓમાં પ્રાથમિક શિક્ષણનો અભાવ તેમજ પ્રાથમિક શાળાઓ બંધ ના થાય, કોન્ટ્રાકટના નામે નોકરિયાતોનું શોષણ થઈ રહ્યું છે. કોન્ટ્રાકટ પધ્ધતિ બંધ કરવામાં આવશે અને પશુપાલકોને દૂધના ભાવમાં કોંગ્રેસ સરકાર બનશે તો લીટરે રૂ. 5 સબસીડી આપવામાં આવશે તેવું જણાવ્યું હતું.
કડી બેઠક
કોંગ્રેસના ઉમેદવારનું નામ: પ્રવીણભાઈ જી પરમાર
વ્યવસાય:એડવોકેટ
જન્મ તારીખ: 1 જૂન 1970
વતન: કડી તાલુકાનું કણજરી ગામ
અભ્યાસ: બી.કૉમ એલ.એલ.બી
2007 થી કોંગ્રેસમાં સક્રિય
2007-2009 યૂથ કોંગ્રેસ મંત્રી કડી તાલુકો
2012માં નિરીક્ષક બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ( S.C સેલ)
2012-14 વાઈસ ચેરમેન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ(S.C સેલ)
2015-20 મહેસાણા જિલ્લા પંચાયતના સદસ્ય અને ચેરમેન સિંચાઈ સમિતિ મહેસાણા જિલ્લા પંચાયત
2015થી પ્રવક્તા મહેસાણા જીલ્લા કોંગ્રેસ સમિતિ