મારો અવાજ,
24 વિધાનસભા કોંગ્રેસના ઉમેદવાર તરીકે કડી તાલુકાના કણજરી ગામના વતની એડવોકેટ પ્રવિણ પરમારને આપતા હવે તેમના વિરોધના વંટોળ શરૂ થઈ ગયાં છે. કડી તાલુકા અને શહેરના સેનમા સમાજના કાર્યકરો આજે અમદાવાદ રાજીવ ભવન કોંગ્રેસ કાર્યાલય ખાતે રજુઆત કરવા માટે પહોંચી ગયા છે.
કોંગ્રેસ દ્વારા કેટલાક ઉમેદવારોની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ત્યારે કડીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે પ્રવિણ પરમારની જાહેરાત કરાતા કડી રાવત સમાજ દ્વારા ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. સેનમાં સમાજમાંથી કોંગ્રેસની ટિકિટ મળે તે માટે ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ કોંગ્રેસ દ્વારા કડીમાં પ્રવિણ પરમારને ટિકીટ અપાતા રાવત સમાજમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. જ્યારે સમાજના લોકો રવિવારે અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે રજુઆત કરવા માટે પહોંચી ગયાં હતા.
રાવત સમાજના અમુક આગેવાનોએ કહ્યું કે અમે કોંગ્રેસને હરાવીશું…
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. કોંગ્રેસ દ્વારા કેટલાક ઉમેદવારોની જાહેરાત કરી દેતાં કેટલીક જગ્યાએ વિરોધના સૂર જોવા મળી રહ્યાં છે. ત્યારે કડીમાં પણ ખુલ્લેઆમ કોંગ્રેસનો વિરોધ થતો હોય તેવું જોવા મળી રહ્યું છે.
અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે રજુઆત કરવા માટે પહોંચી ગયાં
2022 વિધાન સભા ગુજરાતની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ગયું છે અને અલગ અલગ પક્ષો દ્વારા પોતાના ઉમેદવારોને લઈને નાની મોટી બેઠકો ચાલુ કરી દીધી છે. જેમાં કોંગ્રેસ દ્વારા કેટલાક ઉમેદવારોની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ત્યારે કડીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે પ્રવિણ પરમારની જાહેરાત કરાતા કડી સેનમાં સમાજમાં દ્વારા ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. સેનમાં સમાજમાંથી કોંગ્રેસની ટિકિટ મળે તે માટે ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ કોંગ્રેસ દ્વારા કડીમાં પ્રવિણ પરમારને ટિકીટ અપાતા ટ્રેનમાં સમાજમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. જ્યારે સમાજના લોકો રવિવારે અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે રજુઆત કરવા માટે પહોંચી ગયાં હતા.
અમદાવાદ રાજીવ ભવન કોંગ્રેસ કાર્યાલય ખાતે રજુઆત કરવા માટે પહોંચી ગયા છે.
કડી વિધાનસભાના ઉમેદવાર તરીકે કોંગ્રેસ દ્વારા એડવોકેટ પ્રવિણ પરમારની જાહેરાત કરાતા કડી સમાજમા વિરોધના સૂર જોવા મળી રહ્યાં છે. સમાજના આગેવાન જયંતીભાઈ એ જણાવ્યું હતું કે, સેનમાં સમાજના મોટાભાગના લોકો કોંગ્રેસ સમર્પિત છે અને સમાજના કાર્યકરો તેમજ આગેવાનો દ્વારા પોતાની દાવેદારી નોંધાવી હતી. પરંતુ કોંગ્રેસ પક્ષ દ્વારા અમારા સમાજને નજરઅંદાજ કર્યો છે અને ટિકિટ આપવામાં આવી નથી. એટલે સમાજના આગેવાનો તેમજ કાર્યકરો આજે અમદાવાદ પ્રદેશ કાર્યાલય ખાતે રજુઆત કરવા માટે જઈ રહ્યા છીએ અને અમારી વાત સાંભળવામાં નહીં આવે તો અમે કોંગ્રેસ પક્ષનો બહિષ્કાર કરીશું અને અમારા સમાજનો અપક્ષ તરીકે ઉમેદવાર ઊભો રાખીશું તેવું જણાવ્યું હતું.
અમે કોંગ્રેસને હરાવીશું સમાજના આગેવાન
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. કોંગ્રેસ દ્વારા કેટલાક ઉમેદવારોની જાહેરાત કરી દેતાં કેટલીક જગ્યાએ વિરોધના સૂર જોવા મળી રહ્યાં છે. ત્યારે કડીમાં પણ ખુલ્લેઆમ કોંગ્રેસનો વિરોધ થતો હોય તેવું જોવા મળી રહ્યું છે.
કોંગ્રેસમાં મત આપવો નહીં તેવો પ્રચાર કરીશું
કડી તાલુકાના સેનમાં સમાજ દ્વારા પ્રવીણ પરમારને ટિકીટ મળતા ભારે નારાજગી થઈ હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે કોલાદ ગામના વતની પ્રવીણભાઇ સેનમાંએ જણાવ્યુ હતુ કે, કોંગ્રેસ પક્ષમાંથી સેનમાં સમાજને અન્યાય થયો છે. જે અનુસંધાને અમે ગામે ગામ બેનરો લગાવીને કોંગ્રેસનો વિરોધ કરીશું. 75 વર્ષથી સેનમાં સમાજને પ્રતિનિધિત્વ મળ્યું નથી અને કડી તાલુકા તેમજ શહેરની સેનમાં સમાજના 18 હજારથી વધુ મતો છે. તો પણ કોંગ્રેસ પક્ષ દ્વારા વારંવાર અન્યાય કરવામાં આવે છે અને જો કોંગ્રેસ પક્ષ દ્વારા અમારી રજુઆત નહીં સાંભળવામાં આવે તો 24 કડી વિધાનસભામાં અમારા સમાજનો અપક્ષના ઉમેદવાર ઊભો રાખીશું અને કોંગ્રેસમાં મત આપવો નહીં અને કોંગ્રેસનો બહિષ્કાર કરવો તેવો પ્રચાર કરીશું.