ખેરાલુ ૨૦ વિધાનસભા ની બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે આલોકરાયે ઉમેદવારી ફોર્મ ભર્યું
..આલોકરાય તેમજ તેમના કાર્યકરો અને સમર્થકો ને સાથે રાખી અપક્ષ ઉમેદવારી નોંધાવી
આજરોજ ખેરાલુ મામલતદાર કચેરી ખાતે પહોંચી આલોકરાયે સમર્થકો ની હાજરી માં અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ ભર્યું અને સંકલ્પ પત્ર ની પ્રક્રિયા પૂર્ણ કરી.
મિડિયા સાથે વાત કરતા કહ્યું કે ખેરાલુ મતવિસ્તાર માં મેં પ્રજા માટે સેવાના કાર્યો કર્યા છે અને પ્રજા એ મને આવકાર્યો છે મતવિસ્તાર ના દરેક ગામડામાં મારા પ્રજા લક્ષી કરેલા કાર્યો બોલેછે
તેથી ખેરાલુ મતવિસ્તાર ના લોકો લાગણીને માન આપીને હું અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનો છું અને મતદારો મને ચોક્કસ પણે વિજયી બનાવશે અને હજુ આનાથી પણ વધુ પ્રજાલક્ષી સેવા કાર્યો કરવાનો મને સોનેરી મોકો મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો
