ચાણસ્મા વિધાનસભાના ઉમેદવાર દિનેશભાઈ આતાજી ઠાકોર સમી ખાતે પ્રાંત ઓફિસમાં ચૂંટણી ફોર્મ ભર્યું
આજરોજ તારીખ 17 11 2022 ના દિવસે 10:30 કલાકે સરકારી નિયમ મુજબ સમી પ્રાંત ઓફિસમાં પોતાનું ચૂંટણીનું ફોર્મ ભર્યું હતું ત્યારબાદ જાહેર સભા રાખવામાં આવી હતી તે વખતે ભાજપ પક્ષથી નારાજ થયેલા જેમને 30 વર્ષ ભાજપમાં સેવા આપી એવા આગેવાનો ભાજપનો છેડો ફાડીને કોંગ્રેસમાં જોડાયા હતા. આ જોતા એવું દેખાઈ રહ્યું છે કે આ વિસ્તારમાં વર્તમાન ધારાસભ્યથી દરેક મતદારો નારાજ હોય એવું લાગી રહ્યું છે અને કોંગ્રેસના ઉમેદવારને આ વખતે જોરદાર વોટીંગ કરીને વિજય બનાવે એવું લાગી રહ્યું છે
દિનેશભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ અને મઉડી મંડળે મારા ઉપર વિશ્વાસ મૂકીને મને ચાણસ્મા 17 વિધાનસભાની ટિકિટ આપીને ઉમેદવાર બનાવ્યો છે અને પ્રજા મારામાં વિશ્વાસ મૂકી રહી છે તે જોઈને મારી જીત થશે એવું દેખાઈ રહ્યું છે.
આજની જાહેર સભા જોતા એવું લાગી રહ્યું હતું કે જેટલી જનમેદની દેખાઈ રહી હતી તે જોતા દિનેશભાઈ ની જીત નક્કી છે અને મોટા વોટે થશે એ વાત સો ટકા થઈ ગઈ છે એક વિકલાંગ વ્યક્તિ દિનેશભાઈ ને સ્પેશિયલ મળવા આવ્યા હતા અને એમને એવું જણાવ્યું હતું કે દિનેશભાઈ ની જીત સો ટકા થશે જો આવા વિકલાંગ વ્યક્તિઓ કોંગ્રેસ ઉપર આટલો વિશ્વાસ રાખતા હોય તો પછી બીજા તો કેટલો વિશ્વાસ રાખશે આ વખતે એ પણ જોવાનું રહ્યું અને દિનેશભાઈ એ લોકોના કામ કરવાની ખાતરી આપી છે આ સમયે ચાણસ્મા ના રમેશભાઈ દેસાઈ રાજુભાઈ પટેલ વરૂણભાઇ વ્યાસ નાગજીભાઈ દરબાર ગેમર ભાઈ દેસાઈ સમી કોંગ્રેસના પ્રમુખ ઉપપ્રમુખ હારીજ કોંગ્રેસના પ્રમુખ ઉપપ્રમુખ શંખેશ્વર કોંગ્રેસના પ્રમુખ ઉપપ્રમુખ અને આ વિસ્તારની તમામ પ્રજાએ દિનેશભાઈ ને જીતાડવા એક સંકલ્પ કર્યો હતો આ જોતા આ વખતે કોંગ્રેસના ઉમેદવાર દિનેશજી આતાજી ઠાકોર ની મોટી લીડથી જીતશે.
