મારો અવાજ,
18 વિધાનસભા પાટણ ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર શ્રી લાલેશભાઈ ઠક્કરે આજે વિજય વિશ્વાસ યાત્રામાં પાટણની મામલતદાર કચેરીએ વિશાળ જન્ મેદની સાથે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું……. આજે સવારે 10:00 કલાકે વિલાજ પાર્ટી પ્લોટ ખાતે લારીશ ભાઈ ના પરિવારજનોએ કુમકુમ તિલક ફુલહારથી સન્માન કરી તેમને આશીર્વાદ આપી ફોર્મ ભરવા માટે મોકલ્યા હતા.પાટણ વિધાનસભામાં આવતા 104 ગ્રામ્ય વિસ્તારમાંથી ભાઈ-બહેનો તેમજ પાટણ શહેરના ભાઈ બહેનો સમર્થનમાં જોડાયા હતા.
વિરાજ પાર્ટી પ્લોટ થી લાલેશભાઈ અને વિશાળ જનમેદની મીરા દરવાજા થઈ અને જારા મંદિરે દર્શન કરી ત્યાંથી મામલતદાર કચેરીએ તેઓ પહોંચ્યા હતા અને પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું. લાલેશભાઈ ના સમર્થનમાં તેમની સાથે આમ આદમી પાર્ટીના યુવરાજસિંહ જાડેજા તેમજ પંજાબના ધારાસભ્ય શ્રી રજનીશજી દૈયા. તેમજ આમ આદમી પાર્ટીના પાટણ જિલ્લાના સર્વે હોદ્દેદારો અને કાર્યકર મિત્રો પણ જોડાયા હતા. લાલેશભાઈએ સદારામ બાપુ તેમજ વિવિધ ધાર્મિક સ્થળોએ જઈને દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.
પાટણ શહેરના દુકાનદારો વેપારી મિત્રો તેમજ આમ જનતામાં એક જ ચર્ચા સાંભળવા મળી કે ખરેખર જે પાટણ જિલ્લામાં તેમજ જ્યાં જ્યાં જરૂર પડી છે ત્યાં તેમણે પોતાનું યોગદાન આપી અને સેવા કરી છે જેને લઈને આજે પાટણ જિલ્લાની સમગ્ર જનતા પાટણ વિધાનસભામાં આવતા સમગ્ર ગ્રામ્ય વિસ્તારોની જનતા તેમના સમર્થનમાં તેમના ઉમેદવારી પત્ર ભરવાની આ રેલીમાં જોડાઈ હતી અને તેમને વિશ્વાસ સંપાદન કર્યો હતો. લાલેશભાઈ ના પાટણ સિવિલ હોસ્પિટલ નું જે આંદોલન ચાર વર્ષ કરી અને સરકાર સામે બાથ ભીડીને પાટણ શહેરના મધ્યમાં બઞવાડા દરવાજા પાસે આવેલી સિવિલ હોસ્પિટલ ચાલુ કરાવી ગરીબ જનતાની ખૂબ દુઆ – આશીર્વાદ મેળવ્યા છે જે આજે પ્રજાજનોમાં એ સંતોષ વ્યક્ત કરી તેમની હાજરી નોંધાવી અને લાલેશભાઈ નુ સમર્થન કર્યું હતું.