મારો અવાજ,
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આંતર કોલેજે યોગાસન ભાઈઓ બહેનોની સ્પર્ધાનું આયોજન સરકારી કોલેજ સમીના યજમાન પદે યુનિવર્સિટીના ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં યોજાઈ જેમાં જુદી જુદી 16 કોલેજના 90 ભાઈઓ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો યોગાસન સ્પર્ધામાં સમી કોલેજની બહેનોની ટીમ રનર્સઅપ બની સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો જેમાં સમી કોલેજના પંચાલ હિરલ અને જય પટેલ ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી નેશનલ કક્ષા માટે પસંદગી પામી ભુવનેશ્વર ખાતે રમવા જશે.
યોગાસન સ્પર્ધામાં ખેલાડીઓની પ્રોત્સાહિત કરવા માટે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રજીસ્ટ્રાર શ્રી ડૉ. રોહિતભાઈ દેસાઈ, સમી કોલેજના આચાર્યશ્રી ડૉ. પી. એસ. પટેલ, બોર્ડ ઓફ સ્પોર્ટ્સના સભ્યશ્રી ડૉ. બી. એન. પટેલ અને ડૉ. ડી. કે. ધનુલા, ચીફ જજ શ્રી ડૉ. પી. વી. ચૌધરી અને શ્રી. બી. એફ. ચૌધરી તેમજ નિર્ણાયકશ્રી નીતિનભાઈ કુકડીયા, અનિલભાઈ પટેલ, ડૉ. કે. કે. ગોસ્વામી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. યોગાસન સ્પર્ધાનું સુંદર અને સફળ આયોજન અને સંચાલન શારીરિક શિક્ષણ નિયામક શ્રી ડૉ. ચિરાગભાઈ પટેલ અને આચાર્યશ્રી ડૉ.પી.એસ. પટેલના માર્ગદર્શન અને સમી કોલેજના અધ્યાપકશ્રીઓ, શા. શિ. ના અધ્યાપકશ્રીઓ તેમજ તમામ કર્મચારીઓના સહકારથી સમી કોલેજના શારીરિક શિક્ષણ વિભાગના અધ્યક્ષ ડૉ. જે. કે. પ્રજાપતિએ કરેલ