મારો અવાજ,
૧૯ – સિધ્ધપુર વિધાનસભા બિલીયા ગામ ખાતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે સભા સંબોધતા જણાવ્યું કે ગુજરાતમાં ભાજપની સરકારે છેલ્લા વર્ષોમાં અનેક કામો કર્યા છે તેમજ વિવિધ યોજનાઓ થકી લાભો આપ્યા છે અને પ્રગતિને વધુ ગતિ આપી ઉન્નતિના માર્ગ પર લઈ જવાના દ્રઢ સંકલ્પ સાથે મતવિસ્તારના ભાઈ-બહેનોને સાથે મળી ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતિથી જીતાડવા માટે આહવાન કર્યું.
આ સભામાં ઉઝા એપીએમસી ચેરમેનશ્રી દિનેશભાઈ પટેલ, સિદ્ધપુર તાલુકા ભાજપ પ્રમુખ શ્રી નટુભાઈ પટેલ, શ્રી શંભુભાઈ દેસાઇ, મહામંત્રી શ્રી વિષ્ણુજી ઠાકોર, શ્રી માધવલાલ પટેલ, શ્રી કનુભાઈ પટેલ, શ્રી વિજયભાઈ પટેલ, શ્રી પ્રહેલાદભાઈ પટેલ , મહિલા મોરચા પ્રમુખ શ્રીમતી સુષ્માબેન રાવલ, શ્રીમતી સુશીલાબેન, શ્રી પશાભાઈ, શ્રી વિષ્ણુભાઈ પટેલ, શ્રી પ્રહેલાદભાઈ પટેલ, ,શ્રી શૈલેશભાઈ પટેલ, શ્રી અશોકભાઈ પટેલ તેમજ વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ઠ અગ્રણીઓ, યુવા મોરચા ના કાર્યકર્તાઓ, મહિલા મોરચા ના કાર્યકર્તાઓ, સંગઠન ના હોદેદ્દારો અને સ્થાનિક આગેવાનશ્રીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સહુ એ પ્રચંડ બહુમતીથી જીતનો સંકલ્પ કર્યો હતો…