આમ આદમી પાર્ટી ના ઉમેદવાર દ્વારા ૨૬ વિજાપુર વિધાનસભા મતવિસ્તાર માં મણિપુર ગામે જંગી જાહેરસભા યોજાઇ…
ગુજરાત વિધાન સભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકીય પાર્ટીઓ ગામે ગામ સભા ભરી પોતાની જીત નો દાવો કરી રહ્યા છે ત્યારે વાત કરીયે ૨૬ વિજાપુર વિધાનસભા માં વિસ્તારની તો આ વખતે વિજાપુર બેઠક પર આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ત્રિપાંખિયો જંગ જામ્યો છે ત્યારે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ મણિપુર ગામે યોજાયેલ જંગી જાહેર સભામાં દેખાઈ રહ્યું છે અને દિલ્હી અને પંજાબ થી આવેલી ટીમ પણ હાલ પોતાના ઉમેદવારો માટે પ્રચાર સભા કરી રહી છે.
