આદમી પાર્ટીના ઉમેદવાર પટેલ વિષ્ણુભાઈ સાથે વિશેષ મુલાકાત કરતા એમને જણાવ્યું હતું કે ચાણસ્મા થી લઈને શંખેશ્વર સુધીના મારા ચૂંટણી પ્રવાસમાં લોકો મારું ઝવેરા લઈને સ્વાગત કરે છે અને એમને હાલમાં પડતી તકલીફોની મને માહિતી આપે છે સમીના અમુક વિસ્તારોમાં ઘટરો ની તકલીફ છે શંખેશ્વર ની અંદર બસ સ્ટેન્ડની તકલીફ છે હારીજ ની અંદર પણ ઘટરો ઉભરાય છે ચાણસ્માની આજુબાજુના વિસ્તારનો વિકાસ થયો નથી..
ફોરલેન હાઇવે ની માગણી પૂરી થઈ નથી આમ અનેક અનેક પ્રશ્નો મને જાણ થતા ઘણું જ દુઃખ થયું છે અને ભાજપે પાછલા પોતાના 25 વર્ષના શાસનમાં ચાણસ્મા વિસ્તારની વિધાનસભાનુ કોઈપણ જાતનું વિકાસનું કાર્ય થયુ નથી અને વર્તમાન ધારાસભ્ય નિષ્ક્રિય રહ્યા છે એવું દેખાઈ આવે છે. નર્મદાનું પાણી આપવામાં પણ વાલા દવલાની નીતિ જોવા મળી રહી છે આમ આવા ઘણા જ પ્રશ્નો મારા ચૂંટણી પ્રવાસમાં ધ્યાને આવ્યા છે આ જાણીને મને એમ કહેવાનું મન થાય છે કે અત્યાર સુધીની ગ્રાન્ટો કયા વપરાઈ અને કેવી રીતે વપરાઈ એ પણ કંઈ સમજણ પડતી નથી હાલમાં અમારો ચૂંટણી પ્રવાસ જોતા અમોને આ વિસ્તારમાં સારી એવી સરસાઈ મળશે અને અમારી જીત થશે એવું અમને લાગી રહ્યું છે
હું એક શિક્ષિત ઉમેદવાર છું એના કારણે લોકો મને વધારે પસંદ કરે છે અને મને વોટ આપવાનો વાયદો કરે છે એ હિસાબે મને મારી જીત દેખાઈ રહી છે
