પોતાના વોટની પવિત્ર ફરજ સમજી શંખેશ્વર ના પ્રોફેસર પોતાના માદરે વતન રાજકોટ પહોંચ્યા અને મતદાન કર્યું
આજરોજ તારીખ 1/12/2022 ના દિવસે ગુજરાતની અંદર વિધાનસભા ચૂંટણીનું પ્રથમ ચરણનો મતદાન હતું અને તે મતદાનમાં હાલમાં શંખેશ્વર કોલેજમાં સંસ્કૃતના પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડોક્ટર કુંજલબેન ત્રિવેદી પોતાની વોટ આપવાની પવિત્ર ફરજ સમજીને પોતાના માદરે વતન રાજકોટ પહોંચ્યા હતા જ્યાં તેમને પોતાના વોટ ની પવિત્ર ફરજ સમજીને એમનો જે વિસ્તાર આવતો હતો તે વિસ્તારમાં વોટીંગ કર્યું હતું અને ત્યારબાદ તેમને પોતાની ફરજ ઉપર હાજર થવાનું હોય રાજકોટ થી નીકળીને પોતાની ફરજનું સ્થાન એટલે કે શંખેશ્વર હાઇસ્કુલ પરત આવવા રાજકોટથી નીકળી ગયા હતા
એમને જણાવ્યું હતું કે હાલ ગુજરાતની અંદર વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે અને હાલ ગુજરાતની અંદર વિધાનસભાની ચૂંટણી એટલે કે અવસર કહેવાય છે અને આ અવસર સમગ્ર ગુજરાતવાસીઓનો છે એમાં તમોને સહભાગી થવા માટે હું ડોક્ટર કુંજલબેન ત્રિવેદી સર્વને અપીલ કરું છું કે આ અવસરમાં આપનો પવિત્ર અને કીમતી મત નો ઉપયોગ કરી અવસરને આનંદથી ઉજવજો આજે તારીખ 1 12 2022 ના દિવસે હું પોતે રાજકોટની છું અને મેં મારું મતદાન રાજકોટ જઈને કર્યું છે અને આવનારા 5 12 2022 ના દિવસે બીજા તબક્કાનું મતદાન છે તો આપ પણ આપના વિસ્તારમાં આપનું વોટીંગ બોલતું હોય ત્યાં જઈને ગુજરાતમાં આવેલા અવસરને આનંદથી વધાવો એવી મારી સૌને અપીલ છે
