મારો અવાજ,
ભાજપના ધારાસભ્ય અજમલ જીએ, પ્રોટેક્શન વોલને નામે રૂ. 2 લાખની ગ્રાન્ટ મન્દ્રોપૂર ગામમાં ફાળવી જેનાથી ખેરાલુ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખના નામે ખાનગી હરાજીથી રાખેલા પ્લોટના પાયા પુરાયા!!
જે જગ્યા પર વોલ બનાવવાની દરખાસ્ત કે નકશો મંજૂર કર્યો એ જગ્યાએ નથી કોઈ ધોવાણ કે નથી કોઈ પ્રોટેક્શન વોલની જરૂરિયાત.
ગામના વહીવટદાર સરપંચ, તલાટી, ખેરાલુ તાલુકા ઇજનેર, ટીડીઓની મીલીભગત.
આચાર સંહિતાની ઐસી તૈસી કરીને ચણતરનું કામ રાતોરાત પૂરું કરી નાખ્યું!
પંચાયત બિલ અટકાવવી વેડફાતી ગ્રાન્ટને અટકાવે,
મહેસાણા કલેકટર અને ડીડીઓ જવાબદાર કર્મચારીઓ, અધિકારીઓ પર ખાતાકીય પગલાં લે
સરકારી નાણાંના દુર્વ્યય બદલ એસીબીએ જવાબદારો સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરે એવી માંગ ઉઠી