ખેરાલુ તાલુકાના મલેકપુર ગામે દલીત સમાજ ઈસમ ઉપર જાતી વિરુદ્ધ ની ટીપણી કરતાં પોલીસ ને જાણ કરાઈ
પ્રાપ્ત માહિતી મુજબ ખેરાલુ તાલુકાના મલેકપુર ગામે ગઈ કાલે તા 3.12.2022.ના રોજ સાંજ ના 5.35. વાગ્યા ના સુમારે ચામુંડા માતાજીના મંદિરે ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર સરદાર ભાઈ ચૌધરી અને પુર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર મહેશભાઈ ચૌધરી ડેલીકેટ તથા નરસિંહજી લાલાજી ઠાકોર તથા મુકુન્દ જી અજમલજી ઠાકોર તથા અન્ય સો એક માણસો હાજર હતા એ સમય દરમિયાન સેનમા વિષ્ણુ કુમાર હરીભાઈ પોતાના મોબાઈલ માં વિડિયો બનાવી રહ્યા હતા ત્યારે ઠાકોર મુકુન્દજી અજમલ જી તથા ઠાકોર રમેશજી લાલાજી તથા ઠાકોર પ્રવિણજી અમરત જી આ ત્રણેય ઈસમો એકદમ ઉશ્કેરાયેલા એને સેનમા વિષ્ણુ કુમાર ના પગ ઉપર પગ મુકીને વિડિયો ડીલેટ મારવા ધાક ધમકી આપી જાતી વિરુદ્ધ ની ટીપણી કરી પરીવાર ને ટુકડા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.અને ગામમાં રહેવા નહીં દઈએ તેવી ધમકી આપવી એ કેટલાં અંશે યોગ્ય જ્યારે આગાઉ પણ આજ પરીવાર સાથે આવી ધટના બની ગયેલી છે જે ની કોર્ટ મેટર પણ ચાલુ છે તો શું આ લોકો ને આવા ગામોમાં રહેવાનો અધીકાર નથી ત્યારે ખેરાલુ તાલુકાના ધણા ગામડા ઓ મા આવી ધટના ઓ બની ચૂકી છે અને સોશીયલ મીડીયા મા પણ એના વિડિયો વાયરલ થયા છે પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં નભરાતા આ પીડીતો દ્વારા કાંતો ફરીયાદ આપવા માપણ ધભરાત હોય છે અથવા ધાકધમકી કે લલચાવી ફોસલાવી સમાધાન માટે મજબૂર કરી દેવામાં આવે છે અને ફરી આવું નહીં થાય તેવા વચનો અને માંફી માંગતા વિડિયો બનાવી પટાવટ કરી દેવામાં આવે છે તેમ છતાં પણ અવાર નવાર આવી ધટના ઓ સામે આવ્યા જ કરે છે તો ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવે તો આ ગરીબ સમાજ ના લોકો તેમના ગામોમાં સ્વમાન ભેર પોતાની જીન્દગી જીવી શકે નહિ તો આજ રીતે આ લોકો નો ભોગ બનતા રહેશેે અને તેમનુ આટલી હદે અપમાન એ કેટલાં અંશે યોગ્ય શું ભારતીય જનતા પાર્ટીના નેતા અને કાર્યકરો ને કાયદા નો કોઈ ડર લાગતો નથી તેવું નથી લાગી રહ્યું