મારો અવાજ,
AAP-130, BJP-99 સીટ જીતી, 15 વર્ષ બાદ MCDમાંથી કમળ બહાર; થોડીવારમાં કેજરીવાલ પાર્ટી કાર્યાલયે પહોંચશે
દિલ્હીમાં AAPના કાર્યાલય બહાર મોટી સંખ્યામાં કાર્યકરોની ભીડ જામી છે. તેમણે જીતની ઉજવણી શરૂ કરી દીધી છે.
દિલ્હી મનપામાં 15 વર્ષ પછી સત્તા પરિવર્તન
AAPએ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) ભાજપ પાસેથી છીનવી લીધું છે. ભાજપ 15 વર્ષથી MCDમાં સત્તામાં હતો. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર 250 સીટોમાં AAPને 130 જીતી છે. 4 પર આગળ છે. જ્યારે ભાજપે બીજા નંબર પર ચાલી રહી છે. ભાજપે 99 સીટો જીતી છે. 4 પર લીડ જાળવી રાખી છે. જ્યારે કોંગ્રેસે 7 સીટો જીતી છે, 3 પર આગળ છે. MCDમાં બહુમત માટે 126 સીટો જીતવી જરૂરી છે.
કેજરીવાલના મંત્રીઓના વિસ્તારોમાં AAPનાં સુપડા સાફ
મનીષ સિસોદિયાના વિધાનસભા ક્ષેત્રમાં 4 બેઠકો છે. ભાજપે 3 જીતી છે. પાર્ટીના ખાતામાં માત્ર એક સીટ ગઈ. બીજી તરફ જેલમાં બંધ સત્યેન્દ્ર જૈનના વિધાનસભા ક્ષેત્રમાં 3 વોર્ડ છે. ત્રણેય બેઠકો પર પાર્ટી ભાજપ સામે હારી ગઈ હતી. આ તરફ અરવિંદ કેજરીવાલના વોર્ડ નંબર 74 ચાંદની ચોકથી પાર્ટીના ઉમેદવાર પુનર્દીપ સિંહે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને હરાવ્યા હતા. જ્યારે, AAPના ધારાસભ્ય અનાનતુલ્લાના વોર્ડ નંબર 189 ઝાકિર નગરમાંથી કોંગ્રેસે જીત મેળવી છે.