મારો અવાજ,
આજ રોજ વિરમપુર ની 108 ટીમ ને અંદાજે સવારે 08:28 વાગે વિરમપુર ની સરકારી હોસ્પિટલ માં થી પ્રસુતી નો રિફર કેસ મળ્યો હતો કેસ મળતાની સાથે તાત્કાલીક વિરમપુર 108 ના EMT સુરેશ ભાઈ પરમાર અને તેમના સાથી પાઇલોટ મેઘરાજ ભાઈ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને દર્દી ને એમ્બ્યુલન્સ મા લઇ ને મોટી હોસ્પિટલ જવા માટે રવાના થયા હતા અને થોડેક દૂર પહોંચતા દર્દી આશાબેને પ્રસુતી ની પીડા નો અસહ્ય દુઃખાવો થાય છે તેવી ફરિયાદ 108 મા રહેલા EMT ને જણાવી હતી અને તરત જ EMRI GREEN HEALTH SERVICE 108 ના તાલીમ બધ્ધ EMT એ દર્દી ને તપાસતા માલૂમ પડ્યું કે ડિલિવરી થવાની તૈયારી છે એમ્બ્યુલન્સ મા રહેલા જરૂરી સાધનો વડે દર્દી ને ડિલિવરી કરાવે છે ત્યારે માલૂમ પડ્યું કે બાળક ના પગ દેખાય છે બાળક ઊંઘું છે એટલે BREECH ડિલિવરી ( માથા ની જગ્યાએ શરીર નો બીજો ભાગ બહાર આવવો ) કરાવવી પડશે. ત્યાર બાદ ધીમે ધીમે બાળક બહાર આવવા લાગ્યું તેના પછી બાળક નુ માથું ફસાઈ ગયું અને તાત્કાલીક 108 ના EMT સુરેશ ભાઈ એ તેમની કુશળ તાલીમ અને અમદાવાદ હેડ ઑફિસ સ્થગીત ડૉ શ્રી ની સલાહ મુજબ સફળ પ્રસુતી કરવી ત્યાર બાદ બાળક ના શ્વાસ પણ બંધ હતા અને રડતું પણ ન હતું તાત્કાલીક બાળક ને CPR અને BVM ની મદદ થી કૃત્રિમ શ્વાસોશ્વાસ આપ્યા પછી બાળક રડવા લાગ્યું અને માતા અને બાળક નો જીવ બચાવ્યો અને વધુ સારવાર અર્થે પાલનપુર સિવિલમા ખસેડવામાં આવ્યા અને તેમના સગા એ 108 ની સમગ્ર ટીમ નો આભાર વ્યકત કર્યો હતો અને જણાવ્યું હતું કે 108 એ સાચા અર્થ માં વરદાન રૂપ સાબીત થઈ .